
FMGE December 2022 Result : મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS) એ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) ડિસેમ્બર 2022 સત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ natboard.edu.in દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
આ પણ વાંચો : મેડિકલ માટે NExT પરીક્ષા પેટર્ન તૈયાર, પરીક્ષા બે STEPSમાં લેવામાં આવશે, ડ્રાફ્ટ જુઓ
જાહેર કરાયેલી ઓફિશિયલ નોટિસમાં જણાવાયું છે કે, 20 જાન્યુઆરી, 2023ના રોજ આયોજિત ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (FMGE) ડિસેમ્બર 2022 સત્રનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે NBEMS વેબસાઇટ્સ natboard.edu.in અને nbe પર જોઈ શકાય છે.
NBE 10 ફેબ્રુઆરી અથવા તે પછી આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના વ્યક્તિગત સ્કોરકાર્ડ જાહેર કરશે. પરીક્ષા 20 જાન્યુઆરી 2023ના રોજ લેવામાં આવી હતી. 31,943 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ એવા ઉમેદવારો સામે કોર્ટ કેસો છે, જેમના ફેસ આઈડી વેરિફિકેશન હેઠળ છે. તે ઉમેદવારોને હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે ડિસેમ્બર સત્રની પરીક્ષા માટે કુલ 33,001 ઉમેદવારોએ અરજી કરી હતી. આમાંથી લગભગ 3 ટકા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા ન હતા. પરીક્ષા માટે લગભગ 31,943 એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.
How to Check FMGE December 2022 Result
ડિસેમ્બર સત્રમાં તમામ FMGE પાસ ઉમેદવારોને ભારતમાં વધુ તબીબી પ્રેક્ટિસ માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા કાયમી અથવા કામચલાઉ રજીસ્ટ્રેશન મંજૂર કરવામાં આવશે. પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર મેળવવા માટે નોટિસમાં દર્શાવેલી જગ્યાએ રિપોર્ટ કરવાનું રહેશે.
જણાવી દઈએ કે NEET ફેલોશિપ એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન NBE દ્વારા 10 ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવશે. ઉમેદવારો આ પરીક્ષા અને જાહેર થયેલા પરિણામ અંગે ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાયેલી નોટિસને ચકાસી શકે છે.