CBSE Term 1 Exam Result Update: CBSE ટર્મ 1ની પરીક્ષાનું પરિણામ આ અઠવાડિયે જાહેર થઈ શકે, આ સરળ સ્ટેપથી કરો ચેક

|

Feb 17, 2022 | 2:05 PM

વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ ટર્મ 1 ની પરીક્ષાનું પરિણામની રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર પરિણામ આ સપ્તાહના અંતમાં જાહેર થવાની સંભાવના છે.

CBSE Term 1 Exam Result Update: CBSE ટર્મ 1ની પરીક્ષાનું પરિણામ આ અઠવાડિયે જાહેર થઈ શકે, આ સરળ સ્ટેપથી કરો ચેક
પ્રતિકાત્મક તસવીર

Follow us on

CBSE Term 1 Exam Result Update: વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ ટર્મ 1 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમામ મીડિયા અહેવાલો અનુસાર પરિણામ (CBSE Exam Result) આ સપ્તાહના અંતમાં જાહેર થવાની સંભાવના છે. જોકે બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ પરિણામ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિણામ આ સપ્તાહે જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in અને cbse.nic.in પર પરિણામ ચકાસી શકે છે.

આ ઉપરાંત CBSE ટર્મ 1 પરિણામ 2021-22 પણ પરિણામની ઘોષણા પછી જ DigiLocker પર ઉપલબ્ધ થશે. ડિજીલોકર પરથી CBSE ધોરણ 10 આને 12ની માર્કશીટ ડાઉનલોડ કરવાની સુવિધા વિશે વિદ્યાર્થીઓને SMS દ્વારા જાણ કરવામાં આવશે. આ SMS વિદ્યાર્થીઓના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે અને તે તેમને તેમના સ્માર્ટફોન અથવા ઉપકરણો પર ડિજીલોકર એપ ડાઉનલોડ કરવાની સલાહ આપશે. પરિણામ જાહેર થયા પછી, CBSE 10th, 12th Result 2022 ના SMSમાં Digilocker એપ ડાઉનલોડ કરવાની સીધી લિંક પણ હશે.

ટર્મ 2ની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે

જો કોઈ એપ ડાઉનલોડ કરવા માંગતા ન હોય, તો તમે તેને digilocker.gov.in પરથી એક્સેસ કરી શકો છો. CBSEએ પણ તાજેતરમાં 26 એપ્રિલ 2022થી CBSE ટર્મ 2ની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. CBSEના પરિપત્ર મુજબ CBSE વર્ગ 10 અને 12ની ટર્મ 2 તારીખ શીટ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર પ્રકાશિત કરવામાં આવશે. આ વખતે CBSE બે ભાગમાં પરીક્ષાનું આયોજન કરી રહી છે. ટર્મ 1 ની પરીક્ષા લેવામાં આવી છે જ્યારે ટર્મ 2 ની પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

CBSEએ ગયા વર્ષે ટોપર્સની યાદી જાહેર કરી ન હતી કારણ કે બોર્ડે કોરોના રોગચાળાની પરિસ્થિતિને કારણે પરીક્ષા રદ કર્યા પછી વૈકલ્પિક મૂલ્યાંકન માપદંડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Infosys મોટી સંખ્યામાં ભરતી કરશે, 55 હજારથી વધુ ફ્રેશર્સને રોજગાર આપવાની તૈયારી

આ પણ વાંચો: JEE Mains 2022: આ વર્ષે ચાર વખત નહીં લેવાય JEE મેઈન્સ પરીક્ષા, માત્ર બે જ પ્રયાસ મળશે? વાંચો નવીનતમ અપડેટ

Next Article