CBSEએ સ્કીલ એજ્યુકેશન અંતર્ગત કોડિંગ અને ડેટા સાયન્સનો કોર્સ શરૂ કર્યો

|

Aug 03, 2021 | 8:50 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ અનુસાર કૌશલ્ય શિક્ષણ હેઠળ 'કોડિંગ' અને 'ડેટા સાયન્સ'ના અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

CBSEએ સ્કીલ એજ્યુકેશન અંતર્ગત કોડિંગ અને ડેટા સાયન્સનો કોર્સ શરૂ કર્યો
ફાઈલ ફોટો

Follow us on

સરકારે સોમવારે કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ અનુસાર કૌશલ્ય શિક્ષણ હેઠળ ‘કોડિંગ’ અને ‘ડેટા સાયન્સ’ના અભ્યાસક્રમો શરૂ કર્યા છે. લોકસભામાં આ માહિતી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કે. પ્રભાકર રેડ્ડી અને એમ શ્રીનિવાસ રેડ્ડીના પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. પ્રધાને કહ્યું, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 3 જૂન 2021ના ​​રોજ તેના અભ્યાસક્રમોમાં કૌશલ્ય શિક્ષણ હેઠળ ‘કોડિંગ’ અને ‘ડેટા સાયન્સ’ અભ્યાસક્રમો રજૂ કર્યા છે.”

તેમણે માહિતી આપી કે, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘કોડિંગ’ 12 કલાકના સમયગાળાના કૌશલ્ય શિક્ષણ ફોર્મેટ તરીકે શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે ‘ડેટા સાયન્સ’ વર્ગ 8ના વિદ્યાર્થીઓ માટે 12 કલાકના સમયગાળાના કૌશલ્ય શિક્ષણ ફોર્મેટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે વર્ગ 9થી 12 સુધી વૈકલ્પિક કૌશલ્ય વિષય તરીકે શરું કરાયું છે. પ્રધાને જણાવ્યું હતું કે, માઇક્રોસોફ્ટની મદદથી બંને વિષયો માટે અભ્યાસક્રમ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે હેન્ડબુક તૈયાર કરવામાં આવી છે.

મહત્વનું છે કે, CBSE બોર્ડનું 10મા ધોરણનું પરિણામ જાહેર થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ 10માનું પરિણામ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટોની મુલાકાત લઈને પોતાનું પરિણામ સરળતાથી ચકાસી શકે છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Next Article