CBSE New Syllabus 2023: આવતા વર્ષથી નવા અભ્યાસક્રમ મુજબ થશે CBSEની પરીક્ષા, બોર્ડે ધોરણ 9થી 12 સુધીનો નવો અભ્યાસક્રમ કર્યો જાહેર

|

Apr 22, 2022 | 1:48 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આગામી સત્ર એટલે કે 2022-23 માટે અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. જે સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર ઉપ્લબ્ધ છે.

CBSE New Syllabus 2023: આવતા વર્ષથી નવા અભ્યાસક્રમ મુજબ થશે CBSEની પરીક્ષા, બોર્ડે ધોરણ 9થી 12 સુધીનો નવો અભ્યાસક્રમ કર્યો જાહેર
CBSE New Syllabus 2023

Follow us on

CBSE 10th, 12th Exam Syllabus 2023: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આગામી સત્ર એટલે કે 2022-23 માટે અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. જે સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર ઉપ્લબ્ધ છે. વિદ્યાર્થીઓ વેબસાઇટની મુલાકાત લઈને અભ્યાસક્રમ ડાઉનલોડ કરી અને જોઈ શકે છે. આ અભ્યાસક્રમની ખાસ વાત એ છે કે, CBSE 10th અને 12th Syllabus (CBSE New Syllabus) બે ભાગમાં વહેંચાયેલો છે. જે દર્શાવે છે કે, ટર્મ વાઇઝ પરીક્ષા લેવામાં આવશે નહીં. જોકે બોર્ડે પરીક્ષા પેટર્ન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. કોરોનાને કારણે બે ટર્મમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. તેમજ અભ્યાસક્રમ કાપવામાં આવ્યો હતો. ટર્મ 1 ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને બીજી ટર્મની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થઈ રહી છે.

શું આવતા વર્ષથી માત્ર એક જ CBSE પરીક્ષા હશે?

તાજેતરમાં CBSE પરીક્ષા પેટર્ન (CBSE Term Wise Exam) અંગે એવી શક્યતાઓ હતી કે, ટર્મ મુજબની પરીક્ષા ચાલુ રહેશે. આ અંગે CBSEએ પણ કહ્યું હતું કે, હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ નવો અભ્યાસક્રમ જાહેર થયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવતા વર્ષથી બે ભાગમાં પરીક્ષા નહીં લેવાય. કારણ કે અભ્યાસક્રમ બે ભાગમાં વહેંચાયેલો નથી. CBSE 10મી-12મા ટર્મ 2ની પરીક્ષા 26મી એપ્રિલથી શરૂ થઈ રહી છે. જેના માટે એડમિટ કાર્ડ પણ ઈસ્યુ કરી દેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી એડમિટ કાર્ડ (CBSE Exam Admit Card) લીધું નથી તેઓ તેમની શાળાનો સંપર્ક કરી શકે છે. ટર્મ મુજબની પરીક્ષા અંગે બોર્ડ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ.

CBSE 2023 અભ્યાસક્રમ જોવા માટે અહીં ક્લિક કરો

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

CBSE ટર્મ 2ની પરીક્ષામાં આ બાબતો ધ્યાનમાં રાખો

CBSE ટર્મ 2ની પરીક્ષા કોરોનાના નિયમો હેઠળ લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. પરીક્ષા પહેલા, CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને પણ ધ્યાનમાં રાખો. કોરોનાના નિયમોની સાથે પરીક્ષાના નિયમોનું પણ પાલન કરવું પડશે. પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચો. એડમિટ કાર્ડ સાથે રાખવાનું ભૂલશો નહીં, તેના વિના તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, ટર્મ 1 અને ટર્મ 2 ની પરીક્ષાનું પરિણામ એકસાથે ઓનલાઈન જાહેર કરવામાં આવશે. ટર્મ 1નું પરિણામ ઓનલાઈન જાહેર થયું ન હતું. પરિણામ શાળાઓને મેઈલ પર મોકલવામાં આવ્યા હતા. તેના પર બોર્ડે કહ્યું હતું કે ટર્મ 2ની પરીક્ષા બાદ પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: MBA after 12th class: ધોરણ 12 પછી MBAમાં સીધું એડમિશન લઈ શકો છો, IIFTએ ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ કર્યો શરૂ, જાણો કેવી રીતે થશે એડમિશન

આ પણ વાંચો: CUET 2022 Marking Scheme: CUET પરીક્ષાના નિયમોમાં થયો આ ફેરફાર, NTAએ જાહેર કરી નોટિસ

Next Article