CBSE CTET 2021 : CTET પરીક્ષાની તારીખો જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે પરીક્ષા

|

Sep 18, 2021 | 2:39 PM

ઉમેદવારો CTET 2021 પરીક્ષાનુ રજીસ્ટ્રેશન CBSEની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પરથી કરી શકશે.

CBSE CTET 2021 : CTET પરીક્ષાની તારીખો જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે પરીક્ષા
CBSE CTET 2021

Follow us on

CTET 2021 Registration: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ની તારીખો જાહેર કરી છે. CTET 15 મી આવૃત્તિની પરીક્ષા 16 ડિસેમ્બર 2021 થી 13 જાન્યુઆરી 2022 સુધી CBT (Computer Based Test) મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે. પરીક્ષા, અભ્યાસક્રમ, પાત્રતા માપદંડ, પરીક્ષા ફી, પરીક્ષા શહેર અને મહત્વની તારીખો વગેરેની વિગતવાર માહિતી બુલેટિન ctet.nic.in પર CTET ની સત્તાવાર વેબસાઇટ પર ટુંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

ઉમેદવારો સતાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે

સીબીએસઈએ પરીક્ષાની તારીખ જાહેર કરતા જણાવ્યું હતું કે, રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી માહિતી ડાઉનલોડ કરીને અરજી કરતા પહેલા ધ્યાનથી વાંચવી જરૂરી છે. રસ ધરાવતા ઉમેદવારોએ માત્ર CTET વેબસાઇટ ctet.nic.in દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 20 સપ્ટેમ્બર 2021 થી શરૂ થવાની છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2021 છે અને 20 ઓક્ટોબર 2021 ના ​​રોજ બપોરે 3:30 વાગ્યા સુધી ફી ભરી શકાશે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

મહત્વની તારીખો 

પરીક્ષા શરૂ થવાની તારીખ : 16 ડિસેમ્બર 2021

પરીક્ષા પુર્ણ થવાની તારીખ : 13 જાન્યુઆરી 2022

ઓનલાઈન અરજી શરૂ થવાની  તારીખ : 20 સપ્ટેમ્બર 2021

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 19 ઓક્ટોબર 2021

અરજી ફી ભરવાની છેલ્લી તારીખ : 20 ઓક્ટોબર 2021

આ સરળ સ્ટેપથી કરી શકશો અરજી

Step 1: સૌ પ્રથમ CBSE ની સતાવાર વેબસાઈટ ctet.nic.in પર જાઓ.

Step 2: હવે પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરો.

Step 3: અરજી કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

Step 4: પરીક્ષાની અરજી ફી ચૂકવો.

Step 5: ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

 

આ પણ વાંચો: CA Inter Result 2021: CA ના જૂના અને નવા કોર્સના પરિણામની તારીખ જાહેર, જાણો તમામ વિગત

આ પણ વાંચો: IGNOUએ બેન્કિંગ અને ફાઇનાન્સમાં MBA અભ્યાસક્રમ શરૂ કર્યો, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

Next Article