CBSE Board Exams 2021: ધોરણ 10 અને 12 ની પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે, જાણો પરીક્ષાની નવી પેર્ટન વિશે

|

Sep 19, 2021 | 2:57 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની (CBSE) નવી પરીક્ષા પેટર્ન પ્રમાણે નવેમ્બર-ડિસેમ્બર 2021માં ધોરણ 10 અને 12 ની પ્રથમ ટર્મની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

CBSE Board Exams 2021: ધોરણ 10 અને 12 ની પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે, જાણો પરીક્ષાની નવી પેર્ટન વિશે
CBSE Board Exams 2021

Follow us on

CBSE બોર્ડે આ વર્ષે બે ટર્મમાં બોર્ડની પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10 અને 12 ની પ્રથમ ટર્મ પરીક્ષાઓની તારીખો ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવશે. તેમજ CBSE ની બોર્ડ પરીક્ષાઓ બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની (CBSE) નવી પરીક્ષા પેટર્ન પ્રમાણે નવેમ્બર-ડિસેમ્બર 2021 માં પ્રથમ ટર્મની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ સાથે બોર્ડે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સુધારેલ અભ્યાસક્રમ અને સેમ્પલ પેપરો પણ બહાર પાડ્યા છે. પ્રથમ ટર્મની પરીક્ષા (CBSE 10th-12th Term 1 Exam) નવેમ્બર અને ડિસેમ્બર 2021 દરમિયાન લેવામાં આવશે, જ્યારે ટર્મ બે ની પરીક્ષા માર્ચ અને એપ્રિલ 2022 ની વચ્ચે લેવામાં આવશે.

પ્રથમ ટર્મની પરીક્ષા પેટર્ન અને સમય

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

પ્રથમ ટર્મ પરીક્ષાના પ્રશ્નપત્રમાં વૈકલ્પિક પ્રશ્નો હશે,જેમાં કેસ બેઝડ MCQs અને MCQs assertionમાં રિઝનિંગ ટાઈપ પ્રશ્નો હશે.પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો હશે અને તેમાં 50 ટકા તર્કસંગત અભ્યાસક્રમને પણ આવરી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ CBSEનો સુધારેલ અભ્યાસક્રમ 2021-22 ડાઉનલોડ કરી શકે છે. CBSE ધોરણ 10 અને 12 ના સુધારેલા અભ્યાસક્રમમાં ટર્મ પરીક્ષામાં પૂછવામાં આવતા પ્રકરણોની યાદી છે.

વિદ્યાર્થીઓની LOC સબમિશન પ્રક્રિયા ક્યારે થશે શરૂ ?

CBSE એ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે ઉમેદવારોની યાદી (LOC) સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. શાળાઓ પરીક્ષા પોર્ટલ cbse.gov.in પર જઈને 2022 ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની LOC સબમિટ કરી શકે છે. બોર્ડ દ્વારા સેમ્પલ પેપર પણ બહાર પાડવામાં આવ્યા છે. તે મુજબ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો (Question Paper) મોકલવામાં આવશે. પરીક્ષા તે જ શાળામાં લેવામાં આવશે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરીક્ષાની દેખરેખ માટે સીબીએસઈ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે.

 

આ પણ વાંચો: ICAI CA Inter Result 2021 : CA ઇન્ટર પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ

આ પણ વાંચો: CBSE CTET 2021 : CTET પરીક્ષાની તારીખો જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે પરીક્ષા

Published On - 12:58 pm, Sun, 19 September 21

Next Article