CBSEએ ગ્રેસ માર્ક્સની વાતને નકારી
હવે CBSE બોર્ડે એક નોટિસ જારી કરી છે જેમાં અલગ-અલગ રિપોર્ટમાં કરવામાં આવેલા આ દાવાઓને નકલી કહેવામાં આવ્યા છે. બોર્ડે કહ્યું છે કે CBSE પરીક્ષા નિયંત્રકના આ ઓડિયો સંદેશાઓ અને ગ્રેસ માર્ક્સ અંગે વાયરલ થઈ રહેલા સમાચારો સંપૂર્ણપણે ખોટા છે. સીબીએસઈએ આવો કોઈ નિર્ણય લીધો નથી.
ગ્રેસ માર્કસ પર શું અહવાલો હતા?
અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતુ કે ‘CBSE એ કહ્યું છે કે ધોરણ 12 માં એકાઉન્ટન્સી પરીક્ષા (ટર્મ 1) માં પૂછવામાં આવેલા પ્રશ્નોમાં કેટલીક ભૂલોને કારણે વિદ્યાર્થીઓને થતી મૂંઝવણને ધ્યાનમાં રાખીને, બોર્ડ દ્વારા 6 માર્કસ સુધી ગ્રેસ માર્કસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આચાર્યોને મોકલવામાં આવેલા ઓડિયો સંદેશમાં સંયમ ભારદ્વાજે કહ્યું છે કે વિદ્યાર્થીઓને પરેશાન ન થવું જોઈએ. જો તમે 28 થી 31 પ્રશ્નોનો યોગ્ય રીતે પ્રયાસ કર્યો છે, તો તમને 38 ગુણ મળશે. CBSE 5 થી 6 માર્કસના ગ્રેસ માર્કસ આપશે.
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘CBSE કંટ્રોલર ઑફ એક્ઝામિનેશને કબૂલ્યું છે કે વર્ગ 12 એકાઉન્ટન્સીમાં પ્રશ્ન નંબર 10 આન્સર-કીમાં એકદમ સાચો છે, જ્યારે પ્રશ્ન નંબર 47 વિવાદિત છે’.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘સંયમ ભારદ્વાજે CBSE ધોરણ 12 એકાઉન્ટન્સીના પ્રશ્નપત્રને વિદ્યાર્થીઓ માટે શૉક ગણાવ્યો છે. સીબીએસઈના સેમ્પલ પેપરમાં 55માંથી 45 પ્રશ્નો ઉકેલવાની સૂચના હતી. જ્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓને 48માંથી 40 પ્રશ્નોના જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. પેટર્નમાં આ અચાનક બદલાવ વિદ્યાર્થીઓ માટે ચોંકાવનારો હતો. આ ઉપરાંત પ્રશ્નપત્રમાં સૂચનાઓ પણ યોગ્ય રીતે આપવામાં આવી ન હતી.
આ પણ વાંચોઃ નવસારીના જશ શાહ અને સિદ્ધ લાડની કેનેડા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી, ટીમનો કેપ્ટન પણ મૂળ ગુજરાતી
આ પણ વાંચોઃ એક સમય પર વ્લાદિમીર પુતિનને ટેક્સી ચલાવવાની ફરજ પડી હતી! રશિયન રાષ્ટ્રપતિએ પરિસ્થિતિ વિશે કરી વાત