Career Tips : રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરિયરની ઘણી તકો, જાણો કેવી રીતે મળી શકે છે નોકરી

|

Jan 30, 2023 | 9:33 AM

Career in Real Estate : ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરિયરની ઘણી તકો છે. 12માં અથવા ગ્રેજ્યુએશન પછી ઘણી નોકરીઓ છે, જેને જોઈન્ટ કરીને તમે આ ક્ષેત્રમાં વધુ સારી કરિયર બનાવી શકો છો.

Career Tips : રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરિયરની ઘણી તકો, જાણો કેવી રીતે મળી શકે છે નોકરી
Career in Real Estate

Follow us on

Career in Real Estate : રિયલ એસ્ટેટ અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો હેઠળ આવે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં આ ક્ષેત્રમાં યુવાનો માટે કરિયરની ઘણી સંભાવનાઓ છે. હાલમાં આ ક્ષેત્રમાં નોકરીઓની ભરમાર છે. લગભગ તમામ મોટી કંપનીઓ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે અને રોજગારની નવી તકો પણ પૂરી પાડી રહી છે.

રિયલ એસ્ટેટમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કરિયરની ઘણી સંભાવનાઓ છે. રિયલ એસ્ટેટમાં માસ્ટર અથવા એમબીએની ડિગ્રી ખૂબ ફાયદાકારક બની શકે છે. ચાલો જાણીએ કે, કયું કામ કરીને તમે રિયલ એસ્ટેટ સેક્ટરમાં સારી કરિયર બનાવી શકો છો.

આ પણ વાંચો : Career Tips : સમુદ્ર અને જહાજો સાથે છે પ્રેમ, તો કરો બીટેક-મરીન એન્જિનીયરિંગ, લાખોમાં છે સેલરી

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

રિયલ એસ્ટેટ સેક્ટરમાં કરિયર બનવા માટે કરો આ કામ

રિયલ એસ્ટેટ સેક્ટરમાં કરિયર બનાવવા માટે 12મા પછી ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન પછી એમબીએ જેવા ઘણા કોર્સ છે, જેના દ્વારા યુવાનો આ સેક્ટરમાં કરિયર બનાવી શકે છે. ડિપ્લોમા સાથે ઘણા સર્ટિફેક્ટ કોર્સ પણ છે, જે કર્યા પછી આ ક્ષેત્રમાં સરળતાથી નોકરી મેળવી શકાય છે. સિવિલમાં એન્જિનિયરિંગ કરીને પણ તમે આ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ શું છે?

આ ક્ષેત્રમાં મુખ્યત્વે મકાન, પ્લોટ, ઓફિસ, ઔદ્યોગિક જમીનના (Industrial Land) ખરીદ-વેચાણનું કામ થાય છે. તમારી પાસે માર્કેટિંગ ક્ષમતા હોવી જોઈએ અને તમે ખરીદનારને સરળતાથી સમજાવી શકો. તમારી કોમ્યુનિકેશન સ્ટાઈલ એટલે કે કોમ્યુનિકેશન સ્કીલ્સ (Communication Skills) સારી હોવી જોઈએ અને તમારા શબ્દો ખરીદનારને આકર્ષી શકે છે.

તમે આ સંસ્થાઓમાંથી કરી શકો છો અભ્યાસ

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે તમે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરી શકો છો. આ ઉપરાંત તમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, મુંબઈ (NICMAR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ, નવી દિલ્હી (NIREM) દ્વારા ચલાવવામાં આવતા ઘણા અભ્યાસક્રમો કરી શકો છો, જે તમને કરિયર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Next Article