ભારતીય સેનામાં મહિલાઓ માટે વધુ એક રસ્તો ખુલ્યો, નેવીએ યુનિવર્સિટી પ્રવેશ યોજનાના દરવાજા ખોલ્યા

|

Nov 17, 2022 | 10:02 AM

મહિલાઓ (women)માટે સેનામાં જોડાવાનો બીજો રસ્તો ખુલ્યો છે. હવે તેઓ ભારતીય નૌકાદળની યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ માટે અરજી કરી શકે છે અને નેવીમાં ભરતી થઈ શકે છે.

ભારતીય સેનામાં મહિલાઓ માટે વધુ એક રસ્તો ખુલ્યો, નેવીએ યુનિવર્સિટી પ્રવેશ યોજનાના દરવાજા ખોલ્યા
નેવી યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમમાં મહિલાઓની એન્ટ્રી (ફાઇલ ફોટો)
Image Credit source: PTI

Follow us on

સેનામાં મહિલાઓના પ્રવેશ માટે વધુ એક બંધ દરવાજો ખોલવામાં આવ્યો છે, જે અત્યાર સુધી માત્ર પુરુષો માટે જ હતો. તે છે નેવી યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ. અત્યાર સુધી આ સ્કીમ માત્ર પુરુષો માટે જ હતી. પરંતુ હવે આના માધ્યમથી મહિલાઓ પણ ભારતીય નૌકાદળમાં નોકરી મેળવી શકશે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં આ માહિતી આપી છે. આ સંબંધમાં એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું કે હવે મહિલાઓ નેવી યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ દ્વારા નેવીની કેટલીક શાખાઓમાં નોકરી માટે પણ અરજી કરી શકે છે. કરીઅર ન્યુઝ અહીં વાંચો.

હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ દ્વારા નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચ જનરલ સર્વિસ (એક્સ) કેડર, આઈટી, એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ શાખાઓમાં મહિલાઓ માટે નોકરીનો માર્ગ સાફ થઈ ગયો છે.

‘સ્ત્રીઓ સાથે ભેદભાવ શા માટે?’

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એડવોકેટ કુશ કાલરાએ દિલ્હી હાઈકોર્ટમાં સૈન્ય ભરતીમાં મહિલાઓ સાથે ભેદભાવનો આરોપ લગાવતી જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આના પર હાઈકોર્ટે સરકારને પૂછ્યું કે મહિલાઓની સાથે પુરૂષોને સમાન તક આપવા માટે સરકારે શું પગલાં લીધાં છે?

આના જવાબમાં કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જણાવ્યું હતું કે પિટિશનમાં ઉઠાવવામાં આવેલ મુદ્દો પહેલાથી જ ઉકેલાઈ ગયો છે. સરકારે ઇન્ડિયન નેવી યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ દ્વારા મહિલાઓને નેવીની આઇટી, ટેકનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ, એક્ઝિક્યુટિવ બ્રાન્ચ જનરલ સર્વિસ કેડરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

નેવી ભરતી: ખાલી જગ્યા ક્યારે આવશે?

પોતાની દલીલોને મજબૂત કરવા એએસજીએ કોર્ટમાં કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલી નોટિસ પણ બતાવી. એક સૂચના નેવી શોર્ટ સર્વિસ કમિશન ઇન ઇન્ફર્મેશન ટેક્નોલોજી (એક્ઝિક્યુટિવ બ્રાન્ચ)ની ખાલી જગ્યા માટે હતી, જેના માટે જાન્યુઆરી 2023 થી ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. બીજી સૂચના શોર્ટ સર્વિસ કમિશનની જનરલ સર્વિસ સહિતની અન્ય એન્ટ્રીઓ માટે હતી, જેની ભરતી પ્રક્રિયા જૂન 2023માં શરૂ થવાની છે (નોટિસમાં ઉલ્લેખિત તારીખો મુજબ).

જો તમે આ સ્કીમ દ્વારા નૌકાદળની નોકરી મેળવવા માંગો છો, તો નવીનતમ માહિતી માટે નેવીની વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લેતા રહો. સૂચના અહીં અપલોડ કરવામાં આવશે. ક્યારે? તેની માહિતી હાલ આપવામાં આવી નથી.

Published On - 10:02 am, Thu, 17 November 22

Next Article