ગેમ ડિઝાઇનર (Game Designer), એનિમેશન (Animation) અને વીએફએક્સનો (VFX) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ઇંડસ્ટ્રીમાં જોડાઈ શકે છે. આજના સમયમાં ગેમ અને સાઉન્ડ ડિઝાઇનર (Sound Designer), એનિમેટર (Animator), વિઝ્યુઅલ આર્ટિસ્ટ (Visual Artist), ઓડિઓ એન્જિનિયર (Audio Engineer), ગેમ ડેવલપર (Game Developer) અને ગેમ ટેસ્ટરની (Game Tester) માંગમાં ઘણો વધારો થયો છે (Jobs For Computer Gamers). એવો અંદાજ છે કે વર્ષ 2020-2025 સુધીમાં, વૈશ્વિક ગેમિંગ માર્કેટમાં વૃદ્ધિ અંદાજે 204.6 અબજ યુએસ ડોલર સુધી પહોંચી જશે.