Bombay High Court Recruitment 2022: બોમ્બે હાઈકોર્ટમાં કલાર્કની પોસ્ટ પર બમ્પર વેકેન્સી, જુઓ વિગત

|

Dec 23, 2021 | 5:37 PM

બોમ્બે હાઈકોર્ટ તરફથી જાહેર કરેલા નોટિફિકેશન હેઠળ કુલ 247 પદ પર ભરતી થશે. તેમાં અરજીની પ્રક્રિયા આજે 23 ડિસેમ્બર 2021થી ઓનલાઈન શરૂ થઈ છે.

Bombay High Court Recruitment 2022: બોમ્બે હાઈકોર્ટમાં કલાર્કની પોસ્ટ પર બમ્પર વેકેન્સી, જુઓ વિગત

Follow us on

Bombay High Court Recruitment 2022: સરકારી નોકરીની ઈચ્છા રાખનારા ઉમેદવારો માટે એક શાનદાર તક સામે આવી છે. બોમ્બે હાઈકોર્ટ તરફથી ક્લાર્કના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર થઈ છે. જાહેર થયેલા નોટિફિકેશન મુજબ અરજીની પ્રક્રિયા ઓનલાઈન રીતે કરવામાં આવી છે. અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ bhc.gov.in પર જવું પડશે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બોમ્બે હાઈકોર્ટ તરફથી જાહેર કરેલા નોટિફિકેશન હેઠળ કુલ 247 પદ પર ભરતી થશે. તેમાં અરજીની પ્રક્રિયા આજે 23 ડિસેમ્બર 2021થી ઓનલાઈન શરૂ થઈ છે. ત્યારે કલાર્કની ભરતી માટે અરજીની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી 2022 નક્કી કરવામાં આવી છે. ત્યારે ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે અરજી કર્યા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન સારી રીતે જોઈ લો.

 

 

આ રીતે ભરો અરજીનું ફોર્મ

1. સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ bhc.gov.in પર જાવો.

2. હોમ પેજ પર Recruitment Clerk-2021ની લિંક પર જાવો.

3. હવે Recruitment for the post of Clerk – 2021ની લિંક પર જાવ.

4. હવે એપ્લાય ઓનલાઈનની લિંક પર ક્લિક કરો.

5. માંગવામાં આવેલી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.

6. પ્રાપ્ત રજીસ્ટ્રેશન નંબરની મદદથી એપ્લિકેશન ફોર્મ ભરો.

 

આ તારીખોનું રાખો ધ્યાન

અરજી જમા કરવાની શરૂઆત- 23 ડિસેમ્બર 2021

અરજી જમા કરવાની છેલ્લી તારીખ- 6 જાન્યુઆરી 2022

 

યોગ્યતા અને વયમર્યાદા

બોમ્બે હાઈકોર્ટ કલાર્ક ભરતી 2022 નોટિફિકેશન મુજબ અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારને કોઈ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી અથવા કોઈ અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી પાસ હોવું જોઈએ. તે સિવાય કોમ્પ્યુટર ટાઈપિંગનો બેઝિક કોર્સ અથવા અંગ્રેજી ટાઈપિંગમાં આઈટીઆઈ સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ.

 

ઉમેદવારોની ટાઈપિંગ સ્પીડ ઓછામાં ઓછી 40 શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઈએ. વધુમાં ઉમેદવારોની ઉંમર અરજીની તારીખે 18 વર્ષથી ઓછી અને 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 43 વર્ષ છે. વેકેન્સીની વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

 

આ પણ વાંચો: UPSC CDS 2 Result 2021: UPSC CDS 2 લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયું, અહીં સીધી લિંકમાં તમારુ પરિણામ તપાસો

 

આ પણ વાંચો: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં CBO ની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

Published On - 5:34 pm, Thu, 23 December 21

Next Article