BOB Recruitment: બેંકમાં નોકરી કરવાની મળી રહી છે તક , જાણો શું છે અરજીની પ્રક્રિયા

|

Sep 19, 2021 | 6:04 PM

બેંક ઓફ બરોડાએ જમશેદપુર, પૂર્ણિયા અને જલંધર પ્રદેશોમા આ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને નોકરી માટે અરજી કરી શકે છે.

સમાચાર સાંભળો
BOB Recruitment: બેંકમાં નોકરી કરવાની મળી રહી છે તક , જાણો શું છે અરજીની પ્રક્રિયા
Bank of Baroda Recruitment 2021

Follow us on

Bank of Baroda Recruitment 2021: જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારી પાસે એક સારી તક છે. બેન્ક ઓફ બરોડાએ બિઝનેસ કોરસપોન્ડન્ટ સુપરવાઇઝર એટલે કે બીસી સુપરવાઇઝર પદ માટે અરજીઓ મંગાવી છે. જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

બેંક ઓફ બરોડાએ જમશેદપુર, પૂર્ણિયા અને જલંધર પ્રદેશોમા આ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને નોકરી માટે અરજી કરી શકે છે. જણાવી દઈએ કે જલંધર રીજીયન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર, પૂર્ણિયા રીજીયન માટે 5 ઓક્ટોબર અને જમશેદપુર રીજીયન માટે 11 ઓક્ટોબર છે.

ઉમેદવારો પાસે આ લાયકાત હોવી જોઈએ
સત્તાવાર સૂચના અનુસાર બેંક ઓફ બરોડામાં બીસી સુપરવાઇઝર પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે એમએસ ઓફિસ, ઇમેઇલ અને ઇન્ટરનેટ જેવા મૂળભૂત કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.

Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! બસ આટલું હોય છે ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો
લંચ લેવાનો યોગ્ય સમય કયો છે?
રેપર એમીવે બન્ટાઈ લગ્નના બંધનમાં બંધાયો, જુઓ ફોટો
કરોડોમાં છે સૈફ અલી ખાનના બોડીગાર્ડનો પગાર
આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ
જો તમે આ નોકરી માટે અરજી કરવા માંગો છો, તો તમારી ઉંમર 21 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજીના આધારે બેંકની સંબંધિત પ્રાદેશિક કચેરી દ્વારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોનું ઇન્ટરવ્યૂના 15 દિવસ પછી નોકરી શરૂ કરવાની રહેશે.

આ રીતે અરજી કરો
જો તમે બેંક ઓફ બરોડામાં કામ કરવા માંગતા હો તો તમે જલ્દી અહીં અરજી કરી શકો છો. આ માટે, બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો. તેને સંપૂર્ણ રીતે ભરો અને છેલ્લી તારીખ પહેલા સંબંધિત પ્રાદેશિક કચેરીમાં સબમિટ કરો.

 

આ પણ વાંચો : Army Recruitment : Assam Rifles આપી રહ્યું છે દેશસેવા માટેની તક , 1230 નોકરી માટે મંગવાઈ રહી છે અરજી, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : CBSE Board Exams 2021: ધોરણ 10 અને 12 ની પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે, જાણો પરીક્ષાની નવી પેર્ટન વિશે

Next Article