BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એપ્રેન્ટિસના પદ માટે ભરતી જાહેર, જાણો ભરતીની સમગ્ર વિગત

|

Oct 27, 2021 | 1:51 PM

આ ખાલી જગ્યા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો એપ્રેન્ટિસ ટ્રેનિંગ બોર્ડની સતાવાર વેબસાઇટ boat-srp.com પર જઈને અરજી કરી શકે છે.

BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એપ્રેન્ટિસના પદ માટે ભરતી જાહેર, જાણો ભરતીની સમગ્ર વિગત
BEL Recruitment 2021

Follow us on

BEL Recruitment 2021:  ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની સારી તક સામે આવી છે. કુલ 73 એપ્રેન્ટિસના પદ માટે કંપની દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો એપ્રેન્ટિસ ટ્રેનિંગની સતાવાર વેબસાઇટ boat-srp.com પર ઓનલાઈન અરજી કરી શકે છે.

આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, BEL દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા (Application Process) 25 ઓક્ટોબર 2021થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 નવેમ્બર 2021ના રોજ અથવા તે પહેલાં BEL ભરતી વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા, સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાઓને વાંચવી જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ: 25 ઓક્ટોબર

NATS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટેની છેલ્લી તારીખ – 10 નવેમ્બર

અરજી કરવાની છેલ્લી તારીખ – 25 નવેમ્બર 2021

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી બહાર પાડશે – 30 નવેમ્બર 2021

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી – 8 ડિસેમ્બર અને 9 ડિસેમ્બર 2021

આ રીતે અરજી કરો

Step: 1 સૌથી પ્રથમ રિક્રુટમેન્ટ પોર્ટલ- boat-srp.com પર જાઓ.
Step: 2 વેબસાઇટના હોમ પેજ પર Job Recruitment પર ક્લિક કરો.
Step: 3 હવે Apprentice વિકલ્પ પર જાઓ.
Step: 4 બાદમાં Apply Now લિંક પર ક્લિક કરો.
Step: 5 હવે પહેલા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુર્ણ કરો
Step: 6 રજિસ્ટ્રેશન બાદ તમે સરળતાથી અરજી ફોર્મ ભરી શકો છો.

આ રીતે પસંદગી થશે

ઓનલાઈન અરજીમાં આપવામાં આવેલ મેરિટના (Merit) આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારોની યાદી મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને તેમના ઈમેલ આઈડી પર જાણ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોએ ચેન્નાઈ જવું પડશે.

 

આ પણ વાંચો: CAT Admit Card 2021: આજથી CAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, IIM અમદાવાદ આ સમયે લિંક એક્ટિવેટ કરશે

આ પણ વાંચો: IBPS Clerk 2021 Recruitment: ક્લાર્કની હજારો જગ્યાઓ માટે ભરતી, 27 ઓક્ટોબર અરજી કરવાની છેલ્લી તારીખ

Next Article