BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

|

Aug 15, 2021 | 2:05 PM

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરિંગના પદ પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 15 ઓગસ્ટ છે.

BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી
BEL Recruitment 2021

Follow us on

BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં (BEL) એન્જિનિયરિંગના પદ પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 15 ઓગસ્ટ છે. આ ખાલી જગ્યા હેઠળ કુલ 500 પોસ્ટની ભરતી કરવામાં આવશે. એન્જિનિયરિંગ પદ માટેની નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ BELની સત્તાવાર વેબસાઇટ, bel-india.inની મુલાકાત લેવી પડશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન તપાસી લેવું ત્યાર બાદ અરજી કરવી.

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા (Recruitment 2021)માં અરજી પ્રક્રિયા આજે એટલે કે 15 ઓગસ્ટ 2021 ના ​​રોજ બંધ થઈ રહી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ અત્યાર સુધી આ ખાલી જગ્યા માટે અરજી કરી નથી તેઓએ સત્તાવાર વેબસાઇટ bel-india.in પર જઈને જલદીથી અરજી કરવી જોઈએ. અરજીની છેલ્લી તારીખ પસાર થયા બાદ અરજી ફોર્મની લિંક સત્તાવાર વેબસાઇટ પરથી દૂર કરવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો

ટ્રેની એન્જિનિયર – 308 પદ
પ્રોજેક્ટ એન્જિનિયર – 203 પદ

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

પગાર ધોરણ – ટ્રેની એન્જિનિયર

પ્રથમ વર્ષ – 25,000 રૂપિયા
બીજું વર્ષ – 28,000 રૂપિયા
ત્રીજું વર્ષ – 31,000 રૂપિયા

પગાર ધોરણ – પ્રોજેક્ટ એન્જિનિયર

પ્રથમ વર્ષ – 35,000 રૂપિયા
બીજું વર્ષ – 40,000 રૂપિયા
ત્રીજું વર્ષ – 45,000 રૂપિયા

ભરતી સંબંધિત વિગતો:

પ્રોજેક્ટ એન્જિનિયરને પ્રારંભિક 2 વર્ષ માટે રાખવામાં આવશે જે પ્રોજેક્ટની જરૂરિયાત અને વ્યક્તિગત કામગીરીના આધારે 2 વર્ષ (મહત્તમ 4 વર્ષ સુધી) સુધી લંબાવી શકાય છે.

ટ્રેની એન્જિનિયરને પ્રારંભિક 1 વર્ષ માટે રાખવામાં આવશે જે પ્રોજેક્ટની જરૂરિયાત અને વ્યક્તિગત કામગીરીના આધારે 2 વર્ષ (મહત્તમ 3 વર્ષ સુધી) માટે વધારવામાં આવી શકે છે. ઉમેદવારો પાસે BE અને BTechમાં મેળવેલા ગુણના આધારે ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

BE અને BTech. પરીક્ષામાં મેળવેલા એકંદર ગુણ માટે 75% ગુણ ફાળવવામાં આવશે અને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટિંગમાં 10% ગુણ અનુભવ માટે ફાળવવામાં આવશે.

 

આ પણ વાંચો:  India Independence Day 2021 LIVE ભારતનો અનમોલ સમય, અનેક નિર્ણયોથી વિશ્વને દર્શાવ્યુ ભારત બદલાયુ, સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

આ પણ વાંચો: GANDHINAGAR : સી આર પાટીલનું મહત્વનું નિવેદન, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વિજય રૂપાણી નીતિન પટેલના નેતૃત્વમાં લડાશે

Next Article