BDL Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર અને ઓફિસર પદ માટે ભરતી, ડાયરેક્ટ લિંક દ્વારા અરજી કરો

|

Mar 28, 2021 | 7:36 PM

BDL Recruitment 2021: ભારત ડાયનેમિક્સ લિમિટેડ (Bharat Dynamics Limited, BDL)એ પ્રોજેક્ટ એન્જિનિયર (Project Engineer) અને પ્રોજેક્ટ અધિકારી (Project Officer)ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

BDL Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર અને ઓફિસર પદ માટે ભરતી, ડાયરેક્ટ લિંક દ્વારા અરજી કરો
BDL Recruitment 2021

Follow us on

BDL Recruitment 2021: ભારત ડાયનેમિક્સ લિમિટેડ (Bharat Dynamics Limited, BDL)એ પ્રોજેક્ટ એન્જિનિયર (Project Engineer) અને પ્રોજેક્ટ અધિકારી (Project Officer)ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ કુલ 70 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. બીઈ, બીટેક અથવા એમબીએની ડિગ્રી ધરાવતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે.

 

પ્રોજેક્ટ એન્જિનિયર (Project Engineer) અને પ્રોજેક્ટ અધિકારી (Project Officer)ની પોસ્ટ પર જાહેર થયેલી આ ખાલી જગ્યા (BDL Recruitment 2021) માટેની અરજી પ્રક્રિયા 12 માર્ચ 2021થી શરૂ થઈ ગઈ છે. આમાં (BDL Recruitment 2021) ઉમેદવારોને અરજી કરવા 31 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો તમે હજી સુધી આ પોસ્ટ્સ માટે અરજી કરી નથી તો પછી સત્તાવાર વેબસાઈટ bdl-india.in પર જાઓ અને વહેલી તકે અરજી કરો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

ખાલી જગ્યાની વિગતો

આ ખાલી જગ્યા ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા લેવામાં આવી છે. જેમાં કુલ 70 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યામાં પ્રોજેક્ટ એન્જિનિયર (Project Engineer)ની 55 અને પ્રોજેક્ટ અધિકારી (Project Officer)ની 15 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે પસંદ કરવામાં આવશે તેવા ઉમેદવારોનો પગાર રૂ. 30,000થી 33,000 મળશે. ત્યારે પ્રોજેક્ટ અધિકારીને 36,000થી 39,000 રૂપિયા આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આમાં અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ bdl-india.in પર જાઓ.
2. અહીં, તમારે હોમ પેજ પર Careersના વિકલ્પ પર જવું પડશે.
3. આ પછી Recruitment પર ક્લિક કરો.
4. અહીં અરજી કરવા માટેના વિકલ્પો દેખાવાનું શરૂ થશે.
5. અરજી ફી જમા કરાવ્યા પછી જ અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે.

અરજી ફી

જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે પેપર એપ્લિકેશન ફી તરીકે 300 રૂપિયા જમા કરાવવાના રહેશે. તે જ સમયે એસસી/એસટી/પીડબ્લ્યુબીડી ઉમેદવારોને નિ: શુલ્ક અરજી કરવાની તક મળી છે. એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચનામાં જોઈ શકાય છે.

 

આ રીતે પસંદગી થશે

પ્રોજેક્ટ એન્જિનિયર (Project Engineer) અને પ્રોજેક્ટ અધિકારી (Project Officer)ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, પર્સનલ ઈન્ટરવ્યૂ અને ડોકયુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે.

Next Article