Bank Bharti 2023 : બેંકમાં ક્લાર્ક, PO સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, આજે જ અરજી કરો

Bank Recruitment 2023 : IBPS એ વિવિધ જગ્યાઓ પર ભરતી હાથ ધરી છે. ઉમેદવારો તેમની લાયકાત મુજબ સત્તાવાર વેબસાઇટ ibps.in દ્વારા ઑનલાઇન મોડમાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

Bank Bharti 2023 : બેંકમાં ક્લાર્ક, PO સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, આજે જ અરજી કરો
| Edited By: | Updated on: Jun 01, 2023 | 9:58 PM

IBPS RRB Notification 2023: બેંકમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શને વિવિધ સરકારી બેંકોમાં ક્લાર્ક પીઓ સહિતની ઘણી જગ્યાઓ પર ભરતીની સૂચના બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી 1 જૂન, 2023થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો IBPS ઓનલાઈન ibps.in ની સત્તાવાર વેબસાઈટ મારફતે અરજી કરી શકે છે.કરિઅર ન્યુઝ અહીં વાંચો.

નોંધનીય છે કે ઉમેદવારો 21 જૂન 2023 સુધી અરજી કરી શકે છે. ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક), ઓફિસર સ્કેલ-1/પીઓ (આસિસ્ટન્ટ મેનેજર) અને ઓફિસર સ્કેલ 2 (મેનેજર) અને ઓફિસ સ્કેલ 3 (સિનિયર મેનેજર) ની જગ્યાઓ માટે કુલ 8612 પોસ્ટની ભરતી થવાની છે. આ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂંકો વિવિધ ગ્રામીણ બેંકોમાં જશે.

આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

ઓફિસ આસિસ્ટન્ટ – 5538 જગ્યાઓ

ઓફિસર સ્કેલ I – 2485 જગ્યાઓ

ઓફિસર સ્કેલ II (કૃષિ અધિકારી) – 60 જગ્યાઓ

ઓફિસર સ્કેલ II (માર્કેટિંગ ઓફિસર) – 3 જગ્યાઓ

ઓફિસર સ્કેલ II (ટ્રેઝરી મેનેજર) – 8 જગ્યાઓ

ઓફિસર સ્કેલ II (કાયદો) – 24 જગ્યાઓ

ઓફિસર સ્કેલ II (CA) – 18 જગ્યાઓ

ઓફિસર સ્કેલ II (IT) – 68 જગ્યાઓ

ઓફિસર સ્કેલ II (જનરલ બેંકિંગ ઓફિસર) – 332 જગ્યાઓ

ઓફિસર સ્કેલ III – 73 જગ્યાઓ

કોણ અરજી કરી શકે છે?

આ વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અલગથી નિર્ધારિત કરવામાં આવી છે. વય મર્યાદા પણ અલગ રીતે નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો વધુ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની માહિતી માટે બહાર પાડવામાં આવેલ ભરતીની સૂચના ચકાસી શકે છે.

પસંદગી ચાર તબક્કામાં થશે

આ તમામ પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ અને દસ્તાવેજો દ્વારા કરવામાં આવશે.

આ સ્ટેપ્સમાં અરજી કરો

-IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.

-હોમ પેજ પર આપેલ સંબંધિત પોસ્ટ માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.

-મેઇલ આઈડી વગેરે જેવી જરૂરી વિગતો દાખલ કરીને નોંધણી કરો.

-હવે એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરો અને દસ્તાવેજો અપલોડ કરો.

-અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.

IBPS RRB Notification 2023 pdf

આ પણ વાંચો : Current Affairs 30 May 2023 : બદલાયેલા સ્થળોના નામ અને તાજેતરમાં કોને જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા, જાણો એક ક્લિકમાં Knowledge

નોકરી વીડિયો અને કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો