ARS Mains Exam Admit Card 2021: મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

|

Nov 13, 2021 | 8:34 PM

ARS Mains Exam Admit Card 2021: એગ્રીકલ્ચરલ રિસર્ચ સર્વિસ મેઈન્સ પરીક્ષા 2021 માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

ARS Mains Exam Admit Card 2021: મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
ARS Mains Exam Admit Card 2021

Follow us on

ARS Mains Exam Admit Card 2021: એગ્રીકલ્ચરલ રિસર્ચ સર્વિસ (ARS) મેઈન્સ પરીક્ષા 2021 માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં બેસવાનું છે તેઓ સત્તાવાર વેબસાઇટ asrb.org.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા 28 નવેમ્બર, 2021 ના ​​રોજ યોજાવા જઈ રહી છે.

ARS માટે ભરતીની સૂચના 5 એપ્રિલ, 2021 ના ​​રોજ શરૂ કરવામાં આવી હતી. ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 મે, 2021 હતી. આ પરીક્ષા 222 જગ્યાઓ ભરવા માટે લેવામાં આવશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે તેને નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

આ રીતે કરો ડાઉનલોડ

  1. પહેલા સત્તાવાર વેબસાઇટ asrb.org.inની મુલાકાત લો.
  2. તે સૂચના લિંક “Download Admission Certificate for ARS-2021 (Mains) Examination.” ઉપર ક્લિક કરો
  3. તે પછી એક નવી વિન્ડો ખુલશે.
  4. રોલ નંબર અને જન્મ તારીખ સાથે લોગ ઈન કરો.
  5. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે.
  6. હવે એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  7. એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ લો.

ડાયરેક્ટ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

આ બાબતો ધ્યાનમાં રાખો

ઉમેદવારોને એડમિટ કાર્ડ પરની તમામ માહિતી સારી રીતે વાંચવાની સલાહ આપવામાં આવે છે. જો એડમિટ કાર્ડમાં કોઈ ભૂલ જણાય તો વિભાગ દ્વારા તેને સુધારી શકાય છે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ઉમેદવારે પરીક્ષાના દિવસે એડમિટ કાર્ડ ભૂલી જવું જોઈએ નહીં.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પરીક્ષા દરમિયાન કોરોનાના તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. તો માસ્ક પહેરીને જાવ. પરીક્ષા માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. A, B, C માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર જેવા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે લઈ જવાની સખત મનાઈ છે.

 

આ પણ વાંચો: IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

આ પણ વાંચો: AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article