Assam Rifles Technical Tradesman Recruitment Rally 2021-22: ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી માટે આસામ રાઇફલ્સ દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી રેલીનું આયોજન કરવા જઇ રહી છે. આ ભરતી રેલીઓમાં કુલ 1230 ટેકનિકલ અને ટ્રેડ્સમેનની પસંદગી કરવામાં આવશે. સુરક્ષા દળે તમામ રાજ્યો માટે ભરતીની સંખ્યા નક્કી કરી છે.
મોટાભાગની ભરતી ગુજરાત , નાગાલેન્ડ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી કરવાની છે. 11 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ભરતીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2021 છે. હાલમાં, 1 ડિસેમ્બર 2021 થી ભરતી રેલી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
વય મર્યાદા
1 ઓગસ્ટ 2021 ના રોજ અરજદારની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે, ઉમેદવારોનો જન્મ 1 ઓગસ્ટ 1998 પહેલા અને 1 લી ઓગસ્ટ 2003 પછીનો ન હોવો જોઈએ. આ સિવાય સરકાર દ્વારા નિર્ધારિત વય મર્યાદાના નિયમો પણ અમલમાં મુકવામાં આવ્યા છે.
આ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે
બ્રિજ એન્ડ રોડ ટ્રેડ, ક્લાર્ક, પર્સનલ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિકલ ફિટર સિગ્નલ, લાઈનમેન ફીલ્ડ, એન્જિનિયર ઈક્વિપમેન્ટ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન મિકેનિક વ્હીકલ, ઈન્સ્ટ્રુમેન્ટ રિપેરર/મિકેનિક, વ્હીકલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, પ્લમ્બર, સર્વેયર, ફાર્માસિસ્ટ, એક્સ-રે આસિસ્ટન્ટ, વેટરનરી આસિસ્ટન્ટ, મહિલા સફાઈ કામદાર, નાઈ, રસોઈયા, મસાલચી અને પુરુષ સફાઈ કામદાર.
શૈક્ષણિક લાયકાત
ટેકનીકલ ક્ષેત્ર હેઠળ આવતા ટ્રેડસ માટે અરજદારે 10 મા ધોરણ અથવા IIT ના પ્રમાણપત્ર સાથે સમાંતર પરીક્ષા પાસ કરવી જોઈએ. સામાન્ય ટ્રેડસ માટે લાયકાત 10 પાસ એટલે કે મેટ્રિક્યુલેશન છે.
ભરતી પ્રક્રિયા
ભરતી પ્રક્રિયા પાંચ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં શારીરિક ધોરણની કસોટી, બીજા તબક્કામાં ફિઝિકલ ટેસ્ટ, ત્રીજા તબક્કામાં લેખિત પરીક્ષા, ચોથા તબક્કામાં ટ્રેડ ટેસ્ટ અને પાંચમા તબક્કામાં કૌશલ્યની કસોટી હશે.
કેવી રીતે અરજી કરવી
ભરતી માટે ઓનલાઇન અરજીઓ આસામ રાઇફલ્સની સત્તાવાર વેબસાઇટ www.assamrifles.gov.in પર કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જે 25 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
State Name : No. of Vacancy
Andaman Nicobar : 01
Andhra Pradesh : 64
Arunachal Pradesh : 41
Assam : 47
Bihar : 91
Chandigarh : 01
Chhattisgarh : 33
Dadra and Haveli : 01
Delhi : 08
Daman & Diu : 02
Goa : 02
Gujarat : 48
Haryana : 12
Himachal Pradesh : 04
Jammu & Kashmir : 21
Jharkhand : 51
Karnataka : 42
Kerala : 34
Lakshadweep : 02
Madhya Pradesh : 42
Maharashtra : 61
Manipur : 74
Meghalaya : 07
Mizoram : 75
Nagaland : 105
Orissa : 42
Puducherry : 03
Punjab : 17
Rajasthan : 35
Sikkim : 02
Tamil Nadu : 54
Telangana : 48
Tripura : 07
Uttar Pradesh : 98
Uttarakhand : 05
West Bengal : 50
TOTAL : 1230
આ પણ વાંચો : CBSE Board Exams 2021: ધોરણ 10 અને 12 ની પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે, જાણો પરીક્ષાની નવી પેર્ટન વિશે
આ પણ વાંચો : ICAI CA Inter Result 2021 : CA ઇન્ટર પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ