Army Recruitment: લશ્કરને વધુ મજબૂત કરવા યુવાનો માટે ‘અગ્નિપથ ભરતી યોજના’, આજે ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક

|

Jun 04, 2022 | 7:49 AM

નવી અગ્નિપથ યોજનાને (agnipath yojna) કેન્દ્રીય મંત્રીમંડળે (union cabinet) મંજૂરી મળવાની શક્યતા છે, ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્નિપથ ભરતી યોજનાને અંતિમ રૂપરેખા આપવા આજે એક હાઈ લેવલ મિટિંગ યોજાશે.

Army Recruitment: લશ્કરને વધુ મજબૂત કરવા યુવાનો માટે અગ્નિપથ ભરતી યોજના, આજે ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક
Army Recruitment: 'Agneepath Recruitment Scheme' for Youth to Strengthen Army

Follow us on

Army Recruitment: કેન્દ્રીય મંત્રીમંડળે (Union Cabinet) સેનામાં યુવાનોને સામેલ કરવા માટે નવી અગ્નિપથ ભરતી યોજના (Agnipath yojna)ને મંજૂરી આપી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમાચાર એજન્સી એએનઆઇને આ અંગેની જાણકારી આપી હતી. સૂત્રો અનુસાર અગ્નિપથ યોજનાની ભરતી પ્રક્રિયા અંગે  કેન્દ્રીય કેબિનેટની ઉચ્ચ સ્તરીય બેઠક (High Level Meeting) યોજાશે. આ યોજના અંતર્ગત ભરતી કરવામાં આવેલા જવાનોનો કાર્યકાળ 6 મહિનાના પ્રશિક્ષણ સહિત કુલ ચાર વર્ષનો હોઈ શકે છે.

નવી અગ્નિપથ યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી મળવાની શક્યતા છે, ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્નિપથ ભરતી યોજનાને અંતિમ રૂપરેખા આપવા આજે એક હાઈ લેવલ મિટિંગ યોજાશે. કોરોના મહામારીને પગલે બે વર્ષથી સેનામાં ભરતીની પ્રક્રિયા લગભગ બંધ જેવી છે, ત્યારે સરકાર યુવાનો ફરીથી લશ્કરમાં ભરતી થાય તેવી તૈયારી કરી રહી છે. કોરોનાકાળ પહેલા દેશમાં 30 સપ્ટેમ્બર અને 1 ઓકટોબરથી 31 માર્ચ વચ્ચે ભરતી રેલીઓનું આયોજન કરવામાં આવતું હતું. કોરોનાકાળ દરમિયાન આ ભરતીઓ બંધ થઈ ગઈ હતી. આ અંગે સંસદમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તો તાજેતરમાં સેના અધ્યક્ષ જનરલ મનોજ પાંડેએ પણ ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવાની વાત કહી હતી.

શું છે અગ્નિપથ યોજના?

અગ્નિપથ ભરતી યોજના હેઠળ ભરતી થનારા જવાનોનો કાર્યકાળ છ મહિનાના પ્રશિક્ષણથી માંડીને કુલ 4 વર્ષ રહેશે. તેના કારણે રિટાયરમેન્ટ અને પેન્શનનો બોજો પણ સરકરા ઉપર પડશે નહીં. આ યોજના હેઠળ 3 વર્ષની નિમણૂક બાદ બધા યુવાનો સિવિલ સેકટર કે કોર્પોરેટ સેકટરમાં નોકરીમાં જઈ શકે છે. 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જ ઉત્તમ પ્રદર્શન કરનારા યુવાનો લશ્કરમાં આગળ કામ કરી શકે તેવી સુવિધા પણ આ યોજનામાં છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

લશ્કરમાં આશરે સવા લાખ જગ્યાઓ ખાલી

હાલની પરિસ્થિતિમાં દેશી ત્રણેય સેનામાં કુલ 1.25 લાખથી વધુ જગ્યા ખાલી છે. જેમાં ભરતી કરવામાં આવશે. પાછલા બે વર્ષથી કોરોના મહામારી દરમિયાન કોઈ ભરતી પ્રક્રિયા આયોજિત થઈ નહોતી. આજે મળનારી બેઠકમાં એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આ ભરતીની કઈ તારીખ નક્કી કરવામાં આવે છે અને તેના શું નિયમ હશે. આ યોજના  હેઠળ દેશના લશ્કરને વધુ મજબૂતી આપવા માટે  ધીરે ધીરે  સમગ્ર ભરતી પ્રક્રિયા  હાથ ધરવામાં આવશે. જેથી  સેનાને વધુ પ્રતિભાશાળી  યુવાનો  મળશે, જે  ટૂંકા ગાળા માટે  પણ પ્રતિબદ્ધતા સાથે  દેશ સેવામાં ઝંપલાવી શકે.

Next Article