Army Agniveer Result 2023: અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર, સીધી લિંક પરથી અહીં તપાસો

|

May 20, 2023 | 6:52 PM

Army Agniveer CEE Result 2023: અગ્નિવીર ભરતી રેલીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જોવા માટે, તમારે joinindianarmy.nic.in વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

Army Agniveer Result 2023: અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર, સીધી લિંક પરથી અહીં તપાસો

Follow us on

Indian Army Agniveer CEE Result 2023: ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતીનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને પરિણામ જોઈ શકે છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી 2.5 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કરિઅર ન્યુઝ અહીં વાંચો.

ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ વર્ષે અગ્નિવીર ભરતી માટેની અરજી પ્રક્રિયા 16 ફેબ્રુઆરી 2023ના રોજ શરૂ થઈ હતી. આમાં અરજી કરવા માટે 20 માર્ચ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ ખાલી જગ્યા માટે એડમિટ કાર્ડ 05 એપ્રિલ 2023 ના રોજ જારી કરવામાં આવ્યું હતું. હવે ઝોન મુજબનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમારા ઝોન પ્રમાણે તમે રેલીનું સરનામું જોઈ શકો છો.

આ રીતે Agniveer Result 2023 તપાસો

પરિણામ તપાસવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જવું પડશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

હોમપેજ પર ઝોન મુજબનો વિકલ્પ દેખાશે.

તમારા ઝોનમાં જાઓ અને પરિણામની બાજુમાં આપેલ લિંક પર ક્લિક કરો.

પરિણામ PDF ફોર્મેટમાં ખુલશે.

તમે રોલ નંબર સર્ચ કરીને પરિણામ ચકાસી શકો છો.

Agniveer Rally Result 2023  સીધુ અહીં તપાસો.

અગ્નિવીર પસંદગી પ્રક્રિયા

આર્મી અગ્નવીર CEE પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ શારીરિક તંદુરસ્તી અને માપન કસોટીમાં હાજર રહેવું પડશે. છેલ્લે એક મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે. આર્મી અગ્નિવીર ભરતી પ્રક્રિયા હેઠળ, ઉમેદવારોને લેખિત પરીક્ષાના મેરિટ માર્કસના આધારે ભરતી રેલી માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો : Current Affairs 2023 : તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કોનું પુસ્તક લોન્ચ કર્યું? જાણો સ્પર્ધાત્મક પરિક્ષા માટેના સવાલોના જવાબ

તમને જણાવી દઈએ કે અગ્નિવીર યોજના હેઠળ સેનાની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. અગ્નિવીર ભરતી માટેની લેખિત પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોને રેલી માટે બોલાવવામાં આવશે. દરેક રાજ્યમાં રેલી કેન્દ્રો બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના જિલ્લા પ્રમાણે રેલી કેન્દ્ર જોઈ શકશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article