શું તમે આળસુ છો? વહેલી તકે આ નોકરી માટે અરજી કરો, કંપની ઊંઘવા માટે આપી રહી છે હજારો રૂપિયા

|

Aug 10, 2022 | 7:38 AM

મેટ્રેસ નિર્માતા કેસ્પરે જણાવ્યું હતું કે પસંદ કરાયેલ ઉમેદવારોને કલાક દીઠ 25 ડોલર ચૂકવવામાં આવશે. એટલે કે તેમને દર કલાકે લગભગ 2000 રૂપિયા આપવામાં આવશે.

શું તમે આળસુ છો?  વહેલી તકે આ નોકરી માટે અરજી કરો, કંપની ઊંઘવા માટે આપી રહી છે હજારો રૂપિયા
company is paying thousands of rupees to sleep

Follow us on

ભારતમાં સાતથી આઠ કલાકની ઊંઘ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. આઠ કલાકની ઊંઘ શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકોને આઠ કલાક સૂવાની સલાહ આપવામાં આવે છે. જો કે, જો તમે ઊંઘના કહેવાતા સામાન્ય કલાકો કરતાં વધુ ઊંઘો છો, તો તમને આળસુનો ટેગ આપવામાં આવે છે. લોકો પણ તમને આળસુ કહેવા લાગે છે. જો કે, જો અમે તમને કહીએ કે તમને ઊંઘવા માટે પૈસા આપવામાં આવશે તો તમને આશ્ચર્ય થશે. જોકે આ હકીકત છે …આ માટે તમને નોકરી(Job) પણ ઓફર કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, અમેરિકામાં આવી ઘણી કંપનીઓ છે જે ઊંઘવાની અસાધારણ ક્ષમતા ધરાવતા લોકોને નોકરી પર રાખે છે. આ વાત ભલે નવાઈ લાગતી હોય પણ આ સત્ય છે. યુએસ કંપનીઓમાં તમને ઊંઘવાની લાયકાત હોવા બદલ પેમેન્ટ કરવામાં આવશે. હાલમાં કેસ્પર નામની ન્યુયોર્ક સ્થિત કંપની કેસ્પર સ્લીપર્સ માટે ભરતી કરી રહી છે. જે ઉમેદવારોને કંપનીમાં ઊંઘવા માટે ભરતી કરવામાં આવશે તેઓ કેસ્પર સ્લીપર્સ તરીકે ઓળખાશે. ‘પ્રોફેશનલ સ્લીપર્સ’એ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોતાનો અનુભવ અન્ય લોકો સાથે શેર કરવાનો રહેશે.

પાત્રતા માપદંડ શું છે?

નોકરીની નોટિફિકેશન પોસ્ટ કરતાં કેસ્પર કંપનીએ કહ્યું, ‘શું તમને ઊંઘવું ગમે છે? તો અમારી પાસે તમારા માટે એક કામ છે જેમાં સૂવા માટે પૈસા આપવામાં આવશે. કેસ્પર સ્લીપર્સનો એક ભાગ બનો અને સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર વિશ્વને તમારી ઊંઘની કુશળતા બતાવો. નોકરી પર સૂવા માટે અમારી કંપનીનો એક ભાગ બનો કારણ કે અમારું માનવું છે કે સારી ઊંઘ કંઈપણ બદલી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર યોગ્ય ઉમેદવાર પાસે અસાધારણ ઊંઘની ક્ષમતા હોવી જોઈએ તે સૌથી ખરાબ સ્થિતિમાં ઊંઘી શકે અને લોકોને પ્રોત્સાહિત કરવા સક્ષમ હોય.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કંપનીએ ઉમેદવારને પોતાની માંગણીઓ પણ જણાવી છે.  વિશ્વની સૌથી ખરાબ સ્થિતિમાં સૂઈ જવાની ક્ષમતા જરૂરી છે. ઝિશિયલ મીડિયામાં તમારો અનુભવ રેકોર્ડ કરો જેને Casper ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનો છે. ” વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવાર પાસે બને તેટલા લાંબા સમય સુધી ઊંઘવાની ક્ષમતા હોવી જોઈએ. ઉપરાંત કેમેરા પર કામ કરવા સક્ષમ હોવા જોઈએ જેથી રેકોર્ડ કરેલ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરી શકાય.

કેવી રીતે અરજી કરવી અને પગાર કેટલો હશે?

મેટ્રેસ નિર્માતા કેસ્પરે જણાવ્યું હતું કે પસંદ કરાયેલ ઉમેદવારોને કલાક દીઠ 25 ડોલર ચૂકવવામાં આવશે. એટલે કે તેમને દર કલાકે લગભગ 2000 રૂપિયા આપવામાં આવશે. ઉમેદવારોએ સ્થાનિક કેસ્પર સ્લીપ શોપમાં જવું પડશે અને ગાદલા પર સૂવું પડશે. કંપનીએ કહ્યું કે  ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

કંપનીએ કહ્યું કે ઉમેદવારોને કામ કરવા માટે પાયજામા પહેરવાની છૂટ આપવામાં આવશે. ઉપરાંત, કેસ્પર ઉત્પાદનોનો પણ ઉપયોગ કરી શકાય છે. કામના કલાકો પણ સાનુકૂળ રહેશે.

Published On - 7:38 am, Wed, 10 August 22

Next Article