Hurry up….. Agniveer Vayu માટે અરજી કરવાની છેલ્લી તારીખ, અહીં સીધી લિંક દ્વારા કરો અરજી

|

Mar 31, 2023 | 10:28 AM

Agniveer Vayu Recruitment 2023 : તમે અગ્નિપથ યોજના હેઠળ Airforce Agniveer Vayu માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in ની મુલાકાત લો.

Hurry up..... Agniveer Vayu માટે અરજી કરવાની છેલ્લી તારીખ, અહીં સીધી લિંક દ્વારા કરો અરજી

Follow us on

Agniveer Vayu Recruitment 2023 : ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરના પદ માટે જાહેર કરાયેલી ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા આજે એટલે કે 31 માર્ચ 2023ના રોજ બંધ થશે. આ સ્થિતિમાં જે ઉમેદવારોએ અત્યાર સુધી આ માટે અરજી કરી નથી, તેઓએ વહેલી તકે અરજી કરવી જોઈએ. આમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતીય વાયુસેનાની ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર જવું પડશે.

આ પણ વાંચો : Agnipath Vayu Exam Pattern : એરફોર્સમાં અગ્નિવીર બનવા માટે આપવી પડશે Exam, આવી હશે IAF Agniveer પરીક્ષા પેટર્ન

ભારતીય વાયુસેના દ્વારા Agnipath Scheme હેઠળ આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા માર્ચ 17, 2023 થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 31 માર્ચ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

IAF Agniveer Vayu માટે કરો અરજી

અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાઓ.

વેબસાઈટના હોમ પેજ પર AGNIVEER VAYU ની લિંક પર ક્લિક કરો.

આ પછી Airforce Agniveer Vayu Intake 02/2023 Recruitment 2023 Apply Online Form ની લિન્ક પર જાઓ.

આગળના પેજ પર Apply Online કરવા માટેની લિંક પર ક્લિક કરો.

હવે અગાઉ પૂછવામાં આવેલી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.

રજીસ્ટ્રેશન પછી અરજી ફોર્મ ભરો.

અરજી કર્યા પછી પ્રિન્ટ લો.

Airforce Agniveer Vayu Recruitment 2023 અહીં સીધી લિંક દ્વારા અરજી કરો.

કોણ અરજી કરી શકે છે?

અગ્નિપથ યોજના હેઠળ Agniveer Vayu માટે અરજી કરવા માટે ઉમેદવારો માટે માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવું ફરજિયાત છે. આ ઉપરાંત 3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા ઉમેદવાર પણ અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. યોગ્યતા અને ઉંમરની સંપૂર્ણ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો માટે સૌ પ્રથમ ઓનલાઈન પરીક્ષા (Online Exam) લેવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ (MCQs)ની હશે. નોંધનીય છે કે વિજ્ઞાન વિષયો અને વિજ્ઞાન વિષય સિવાયના અન્ય વિષયો પસંદ કરનાર ઉમેદવારો માટેની ઓનલાઈન પરીક્ષા એક જ સિસ્ટમ પર એક બેઠકમાં લેવામાં આવશે. આ સંદર્ભમાં ભારતીય વાયુસેના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.

Published On - 9:51 am, Fri, 31 March 23

Next Article