Agnipath Scheme : મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કરી મોટી જાહેરાત, ‘અગ્નિવીર’ને આપશે નોકરી

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેને ટ્વીટમાં કહ્યું, “અગ્નિપથ યોજના પર થયેલી હિંસાથી દુઃખી છું. ગયા વર્ષે જ્યારે આ યોજનાની વિચારણા કરવામાં આવી હતી ત્યારે મેં કહ્યું હતું અને હું પુનરાવર્તન કરું છું, અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કરાયેલ શિસ્ત અને કૌશલ્ય તેને પ્રતિષ્ઠિત રીતે રોજગાર લાયક બનાવશે.

Agnipath Scheme : મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કરી મોટી જાહેરાત, અગ્નિવીરને આપશે નોકરી
Anand Mahindra
| Edited By: | Updated on: Jun 20, 2022 | 8:14 AM

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra)એ ‘અગ્નિપથ યોજના’ (Agnipath Scheme)ને લઈને મોટી જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ આર્મીમાં ચાર વર્ષની સેવા બાદ અગ્નિવીરો(Agniveer)ની ભરતીની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેને ‘અગ્નિપથ સ્કીમ’ પર ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોની ભરતી કરવાની આ તકને આવકારે છે. સરકારે અગ્નિપથ યોજના શરૂ કરી છે જેમાં દેશના યુવાનોને સશસ્ત્ર દળોમાં ભરતી માટે તક આપવામાં આવશે. આ યોજનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીરનું નામ આપવામાં આવશે. તેમાં 4 વર્ષની સેવા પછી રોજગાર સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ સામેલ છે.

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેને ટ્વીટમાં કહ્યું, “અગ્નિપથ યોજના પર થયેલી હિંસાથી દુઃખી છું. ગયા વર્ષે જ્યારે આ યોજનાની વિચારણા કરવામાં આવી હતી ત્યારે મેં કહ્યું હતું અને હું પુનરાવર્તન કરું છું, અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કરાયેલ શિસ્ત અને કૌશલ્ય તેને પ્રતિષ્ઠિત રીતે રોજગાર લાયક બનાવશે. મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોની ભરતી કરવાની તકને આવકારે છે.

 

 

અગ્નિવીરોને નોકરીની ઓફર મળી

તેમણે કહ્યું કે કોર્પોરેટ ક્ષેત્રમાં અગ્નિવીરોની રોજગારીની અપાર સંભાવનાઓ છે. નેતૃત્વ, ટીમ વર્ક અને શારીરિક તાલીમ સાથે, અગ્નવીર ઉદ્યોગને માર્કેટ-રેડી પ્રોફેશનલ સોલ્યુશન્સ પ્રદાન કરી શકે છે જેમાં ઓપરેશન્સથી લઈને એડમિનિસ્ટ્રેશન અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ સુધીના સંપૂર્ણ સ્પેક્ટ્રમને આવરી લેવામાં આવે છે.

અગ્નિવીરોને રોજગારની નવી તકો મળશે

અગ્નિવીરની ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરકારે અનેક જાહેરાતો કરી છે. દેશના અગ્નિવીરોને વર્તમાન સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ આપવામાં આવશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુદ્રા લોન યોજના અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવી યોજનાઓ અગ્નિવીરોને મદદ કરશે. હાલની સરકારી યોજનાઓ જેવી કે મુદ્રા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા વગેરેનો ઉપયોગ અગ્નિવીરોને ટેકો આપવા માટે કરવામાં આવશે.

 

Published On - 8:14 am, Mon, 20 June 22