
ISRO Scientist Recruitment 2022 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને સાયન્ટિસ્ટ અને એન્જિનિયરની જગ્યા માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 68 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ ISRO Recruitment- vssc.gov.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ જગ્યા માટે ઓનલાઈન અરજીઓ લેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વેબસાઇટની મુલાકાત લઈને પહેલા નોટિફિક્શન ચેક કરે.
ISROએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ 29 નવેમ્બર 2022થી વૈજ્ઞાનિકની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 19 ડિસેમ્બર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ખાલી જગ્યા માટેની લેખિત પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આમાં અરજી કરવા માટે, નીચે આપેલા સ્ટ્પેસને ફોલો કરો.
ISRO Scientist Recruitment 2022 માટે અહીં સીધી લિંકથી અપ્લાય કરો.
આ પદો માટે અરજી કરનારા જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 250 ચૂકવવાના રહેશે. જ્યારે SC અને ST કેટેગરીના ઉમેદવારોએ પણ 250 રૂપિયા ફી આપવી પડશે.
સાયન્ટિસ્ટની પોસ્ટ માટે આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો પાસે GATE 2021 અથવા GATE 2022નું વેલિડ સ્કોર કાર્ડ હોવું આવશ્યક છે. ઉમેદવારોએ ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે સંબંધિત શાખા/ટ્રેડમાં BE/B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. યોગ્યતા સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો નોટિફ્કેશન ચેક કરી શકે છે.