AICTE Internship Day: 6.1 લાખ ઈન્ટર્નશીપ તકો લૉન્ચ, પીએમ મોદીનું લક્ષ્ય 2025 સુધીમાં 1 કરોડ હાથોને કામ

|

Aug 25, 2021 | 9:14 PM

AICTEએ 6.1 લાખ ઈન્ટર્નશીપની તકો શરૂ કરી છે. ઈન્ટર્નશિપ ડે 2021ના અવસર AICTE દ્વારા વિકસિત પોર્ટલ internship.aicte-india.org પર 6.1 લાખ ઈન્ટર્નશીપની તકો શરૂ કરવામાં આવી રહી છે. ઈન્ટર્નશીપ શોધી રહેલા વિદ્યાર્થીઓને આનાથી ઘણો ફાયદો થવાનો છે.

AICTE Internship Day: 6.1 લાખ ઈન્ટર્નશીપ તકો લૉન્ચ, પીએમ મોદીનું લક્ષ્ય 2025 સુધીમાં 1 કરોડ હાથોને કામ
સાંકેતિક તસ્વીર

Follow us on

દેશભરમાં આજે એટલે કે 25 ઓગસ્ટ 2021ના ​​રોજ ઈન્ટર્નશિપ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ચલાવવામાં આવે છે. યંગ માઈન્ડ્સને ફ્યૂચર માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી 2025 સુધીમાં 1 કરોડ ઈન્ટર્નશીપની તકો આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાનના ભાગરૂપે AICTE ઈન્ટર્નશિપ દિવસ 2021 ઉજવવામાં આવી રહ્યો છે.

 

આ પ્રસંગે AICTEએ 6.1 લાખ ઈન્ટર્નશિપની તકો શરૂ કરી છે, ઈન્ટર્નશિપ ડે 2021ના અવસર AICTE દ્વારા વિકસિત પોર્ટલ internship.aicte-india.org પર 6.1 લાખ ઈન્ટર્નશિપની તકો શરૂ કરવામાં આવી રહી છે. ઈન્ટર્નશિપ શોધી રહેલા વિદ્યાર્થીઓને આનાથી ઘણો ફાયદો થવાનો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

AICTEએ તેના ટ્વીટર હેન્ડલ @AICTE_INDIA પર  આ માહિતી ટ્વીટ કરીને આપી.

 

Internship Dayનું નામ

ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ઑફ ટેક્નિકલ એજ્યુકેશને (AICTE) 25 ઓગસ્ટને AICTE ઈન્ટર્નશિપ ડે (AICTE Internship Day)) નામ આપ્યુ છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 1 કરોડ ઈન્ટર્નશીપની તકો આપવાના અભિયાનની ચર્ચા કરવામાં આવી હતી. આ લોન્ચિંગ કાર્યક્રમ AICTEના NEAT સેલના YouTube પ્લેટફોર્મ પર આજે બપોરે 2થી 4.30 વાગ્યા સુધી ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

 

https://twitter.com/AICTE_INDIA/status/1430061462949531655?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430061462949531655%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fcareer%2Faicte-internship-day-celebration-and-launch-of-6-1-lakh-internship-opportunities-795348.html

મળશે ઈન્ટર્નશીપનો મોકો 

દેશભરના વિવિધ રાજ્યો અને શહેરોના વિદ્યાર્થીઓ AICTEના ઈન્ટર્નશીપ પોર્ટલ પર ઈન્ટર્નશીપની તકો શોધી શકશે. ખાસ બાબત એ છે કે ઈન્ટર્નશીપ પોર્ટલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ત્યાં ઉપલબ્ધ ઈન્ટર્નશીપ તકો માટે અરજી કરી શકશે. રાજ્યો અનુસાર અલગ અલગ શહેરોની આપેલ યાદીમાં તેમના શહેરની લિંક પર ક્લિક કરીને આવેદન કરી શકે છે.

 

આ માટે વિદ્યાર્થીઓએ પહેલા ઈન્ટર્નશીપ પોર્ટલ nternship.aicte-india.org પર નોંધણી કરાવવી પડશે, જેના માટે તેઓએ તેમનો ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર તેમજ તેમની કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા અપાયેલ નોંધણી નંબર ભરવાનો રહેશે.

 

એ જ રીતે સરકારી અને ખાનગી કંપનીઓ અથવા સંસ્થાઓ પણ પોર્ટલ પર નોંધણી કરીને પોર્ટલ પર તેમની ઈન્ટર્નશીપની તકો પોસ્ટ કરી શકશે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઈટ- nternship.aicte-india.org અથવા aicte-india.orgની મુલાકાત લઈ શકો છો.

 

આ પણ વાંચોGATE 2022 માટે રજિસ્ટ્રેશ પ્રક્રિયા 30 ઑગષ્ટના રોજ શરુ થશે, જાણો વધુ ડિટેલ્સ

 

આ પણ વાંચોIIMC Entrance Exam 2021 Admit Card: પ્રવેશ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Next Article