ફેસબુકના સીઈઓની સુરક્ષામાં ખર્ચ થાય છે આટલા અરબ રૂપિયા, પણ તેમનો પગાર સાવ આટલો ! જાણીને નવાઈ લાગશે

|

Dec 06, 2021 | 10:01 PM

લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની સુરક્ષા પર દર વર્ષે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે તેમનો બેઝિક પગાર ઘણો ઓછો છે. આવો જાણીએ તેના વિશે..

ફેસબુકના સીઈઓની સુરક્ષામાં ખર્ચ થાય છે આટલા અરબ રૂપિયા, પણ તેમનો પગાર સાવ આટલો ! જાણીને નવાઈ લાગશે
Mark Zuckerberg (File Image)

Follow us on

આજના યુગમાં સોશિયલ મીડિયા (social media) એપ્સનો ઉપયોગ ઘણો વધી ગયો છે. આ પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો ફેસબુક (Facebook) નું નામ ચોક્કસથી લેવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ દસ નામોમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે માર્ક ઝકરબર્ગનો પગાર કેટલો છે ? આજે અમે તમને એક ચોંકાવનારી વાત જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે માર્ક ઝુકરબર્ગનો બેઝિક પગાર ઘણો ઓછો છે, પરંતુ માત્ર તેમની સુરક્ષા પાછળ ખર્ચવામાં આવેલી રકમ હજારો લોકોની સેલેરી જેટલી છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ..

માર્ક ઝુકરબર્ગનો પગાર ફક્ત આટલો જ !

તમને જણાવી દઈએ કે ફેસબુક વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે. માર્ક ઝુકરબર્ગ આ પ્લેટફોર્મના સ્થાપક અને સીઈઓ છે. તમે કદાચ નહિ જાણતા હોવ, સીઈઓ તરીકે માર્ક ઝુકરબર્ગની બેઝિક સેલરી માત્ર એક ડોલર (લગભગ 75 રૂપિયા) છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આવું કેમ છે, તો અમે તમને જણાવી દઈએ કે માર્ક ઝુકરબર્ગ એવા ટેક સીઈઓમાંથી એક છે જે માને છે કે ફુલ ટાઈમ કર્મચારીઓને એક ફી આપવી જોઈએ. એટલા માટે તેમનો બેઝિક પગાર ઘણો ઓછો છે. ગયા વર્ષે તેમણે બોનસ પેમેન્ટ પણ લીધું ન હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફેસબુકના સીઈઓની સુરક્ષામાં  ખર્ચવામાં આવે છે અબજો રૂપિયા

કંપનીના વાર્ષિક એક્ઝિક્યુટિવ કમ્પેન્સેશન રિપોર્ટ અનુસાર, 2020માં, ફેસબુકે માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પર 23.4 મિલિયન ડોલર (આશરે  1 અરબ 76 કરોડ રૂપિયા) ખર્ચ્યા હતા. તમને જણાવી દઈએ કે માર્ક ઝુકરબર્ગના પરિવારની સુરક્ષા માટે કંપની દ્વારા 10 મિલિયન ડોલર (75 કરોડ રૂપિયાથી વધુ) પ્રી-ટેક્સ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે. જો કે ફેસબુકના સીઈઓની સેલેરી માત્ર એક ડોલર છે, પરંતુ તેમની સુરક્ષા પર ઘણો ખર્ચ કરવામાં આવે છે.

ફાઇલિંગ અનુસાર, માર્ક ઝુકરબર્ગ પર ફક્ત 13.4 મિલિયન ડોલર (એક અરબ રૂપિયાથી વધુ)  ખર્ચવામાં આવ્યા હતા, જેમાં તેમની ટ્રાવેલ અને રેસીડેન્શિયલ સુરક્ષાનો સમાવેશ થાય છે.

હાલમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરના નવા સીઈઓ બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, પરાગ અગ્રવાલની બેઝ સેલરી 1 મિલિયન ડોલર છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની બેઝ સેલરી પરાગ અગ્રવાલ કરતા બમણી એટલે કે 2 મિલિયન ડોલર છે.  તમને જણાવી દઈએ કે આ રીતે જ Alphabet Inc અને Amazon જેવી કંપનીઓના CEOની સુરક્ષા પર ખર્ચ કરવામાં આવે છે.

આ પણ વાંચો :  રોકડનો જમાનો ગયો, UPI ટ્રાન્ઝેક્શનમાં આવ્યો 70 ટકાનો વધારો, નવેમ્બરમાં દરરોજ 25,000 કરોડના UPI ટ્રાન્ઝેક્શન

Published On - 8:57 pm, Mon, 6 December 21

Next Article