
અવારનવાર ઓનલાઈન જમવાનું મંગાવતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે ઝોમેટો (Zomato) પરથી ખાવાનું ઓર્ડર કરો છો અને પેમેન્ટ ડિલિવરી સમયે (COD) કરો છો, તો હવે તમારે તેના માટે વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે. વાત એમ છે કે, Zomato એ કૅશ ઓન ડિલિવરી ઓર્ડર પર અલગથી ‘પે ઓન ડિલિવરી ફ્રી’ (Pay on Delivery Fee) લગાવવાનું શરૂ કર્યું છે. આનાથી કૅશમાં ચૂકવણી કરતા ગ્રાહકોનું કુલ બિલ વધી જશે.
Zomato has introduced a “Pay on Delivery” fee Upto Rs 30 extra for customers choosing cash-on-delivery (COD). pic.twitter.com/woBwmbYdEN
— Indian Infra Report (@Indianinfoguide) September 12, 2026
આ નવો ચાર્જ ઓર્ડરના બિલમાં ‘Pay on Delivery Fee’ નામે જોવા મળી રહ્યો છે. જો કે, આ ફી બધા ગ્રાહકો માટે એકસરખી નથી. અલગ-અલગ ઓર્ડર અને યુઝર્સ માટે અલગ-અલગ રકમ બતાવવામાં આવી રહી છે. ઉપલબ્ધ માહિતી મુજબ, કેટલાક કિસ્સાઓમાં આ ચાર્જ ₹5 બતાવવામાં આવી રહ્યો છે. આ ફીની ગણતરી કયા આધારે કરવામાં આવે છે, તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. તે ઓર્ડરની કિંમત, ગ્રાહકની લોકેશન કે પછી અન્ય કોઈ ફેક્ટર પર આધારિત હોઈ શકે છે.
Zomato પર ગ્રાહકોને પહેલેથી જ પ્લેટફોર્મ ફી ઉપરાંત ડિલિવરી ચાર્જ, પેકેજિંગ ફી અને અન્ય લાગુ થતા શુલ્ક આપવા પડે છે. હવે COD માટે અલગ ફી ઉમેરાવાથી કૅશમાં ચૂકવણી કરતા ગ્રાહકોનો ખર્ચ વધુ વધી શકે છે.
Zomato Will Charge Upto ₹30 for CoD Orders
This Will Be Called ‘Pay on Delivery’ Fee
2% of Order Value Upto Maximum of ₹30
No Extra Charges For Online Prepaid Orders
— Ravisutanjani (@Ravisutanjani) September 12, 2026
ઝોમેટોના આ પગલાંની ખાસ વાત એ છે કે, હરીફ પ્લેટફોર્મ સ્વિગી (Swiggy) હાલમાં કૅશ ઓન ડિલિવરી ઓર્ડર પર અલગથી કોઈ ચાર્જ નથી લઈ રહ્યું. આવી સ્થિતિમાં આગામી સમયમાં આ ફેરફાર બંને પ્લેટફોર્મ વચ્ચેની સ્પર્ધાને પણ અસર કરી શકે છે.
પ્રથમ નજરે ₹5 નો વધારાનો ચાર્જ નાનો લાગી શકે છે પરંતુ મોટાપાયે ઓર્ડર મળવાને કારણે કંપની માટે આ કમાણીનું એક સારું માધ્યમ બની શકે છે. Zomato ને દરરોજ લગભગ 23 થી 25 લાખ ફુડ ઓર્ડર્સ મળે છે.
જો 25 ટકા ઓર્ડર પર પણ ₹5 નો વધારાનો ચાર્જ લાગે, તો સંભવિત વધારાની રકમ ખૂબ મોટી હોઈ શકે છે. જો કે, એ માની લેવું યોગ્ય નથી કે દરેક ઓર્ડર પર ₹5 ની ફી લાગુ છે, કારણ કે કંપનીનો COD ચાર્જ અલગ-અલગ યુઝર્સ અને ઓર્ડર મુજબ અલગ-અલગ જોવા મળી રહ્યો છે.