Zomato IPO: જુલાઈમાં જ આવી શકે છે ઝોમાટોનો IPO , SEBI એ ઔપચારિક મંજૂરી આપી

ઝોમાટો(Zomato IPO)ના સૌથી મોટા હિસ્સેદાર ઇન્ફોએજ દ્વારા ઓફર ફોર સેલને ઘટાડી અડધી કરી દીધી છે. કંપની અગાઉ ઝોમાટોના ઇશ્યૂમાં 750 કરોડ રૂપિયાના વેચાણ માટેની ઓફર લાવવાની હતી. જો કે હવે કંપનીએ તેને ઘટાડીને રૂ. 375 કરોડ કરી દીધી છે.

Zomato IPO: જુલાઈમાં જ આવી શકે છે ઝોમાટોનો IPO , SEBI એ ઔપચારિક મંજૂરી આપી
Zomato IPO
| Edited By: | Updated on: Jul 06, 2021 | 8:36 AM

માર્કેટ રેગ્યુલેટર SEBIએ ફૂડ ડિલીવરી કંપની ઝોમાટોના આઈપીઓ(Zomato IPO)ને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. સુત્રી અનુસાર ઝોમાટો 8.7 અબજ ડોલરના લિસ્ટિંગ વેલ્યુએશનની અપેક્ષા રાખે છે. ચીનના એન્ટ ગ્રૂપે કંપનીમાં રોકાણ કર્યું છે. કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાં 20 ટકાનો વધારો કરીને 1.2 અબજ ડોલર કર્યો છે. સેકન્ડરી ઓપશન ઓફર ફોર સેલ 50 ટકા ઘટાડીને 50 અબજ ડોલર કરવામાં આવ્યો છે.

એક અખબારી અહેવાલ અનુસાર કંપનીનો IPO  19 જુલાઇના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 22 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. આઇપીઓમાં શેરનો ભાવ પ્રતિ શેર 70-72 રૂપિયાના પ્રાઇસ બેન્ડમાં રાખવામાં આવી  શકે છે.

ઝોમાટો દ્વારા જારી કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) અનુસાર કંપની 78 75 કરોડ એકત્ર કરવા માટે ઇશ્યુ લાવી રહી છે. તેમાંથી 7500 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ જારી થશે. બાકીના રૂ. 375 કરોડ હાલના રોકાણકારો ઇન્ફોએજ દ્વારા વેચવામાં આવશે.

ફૂડ ડિલિવરી એપ્લિકેશન ઝોમાટોના સૌથી મોટા હિસ્સેદાર ઇન્ફોએજ દ્વારા ઓફર ફોર સેલને ઘટાડી અડધી કરી દીધી છે. કંપની અગાઉ ઝોમાટોના ઇશ્યૂમાં 750 કરોડ રૂપિયાના વેચાણ માટેની ઓફર લાવવાની હતી. જો કે હવે કંપનીએ તેને ઘટાડીને રૂ. 375 કરોડ કરી દીધી છે.

કંપનીએ 4 જુલાઇએ એક્સચેંજને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ઓફર ફોર સેલ માટેનું કદ ઘટાડ્યું છે.ઇન્ફોએજ OFS દ્વારા વેચાણ મારફતે 375 કરોડ એકત્ર કરવા માંગે છે. વેચાણની ઓફરને અડધાથી વધુ ઘટાડી દીધી છે. કંપની અગાઉ ઝોમાટોના ઇશ્યૂમાં 750 કરોડ રૂપિયાના વેચાણ માટેની ઓફર લાવવાની હતી.

કંપનીએ 4 જુલાઈના રોજ એક્સચેંજને આપેલા નિવેદનમાં આ જાહેરાત કરી છે. નિયમનકાર સેબીએ ઝોમાટોને ઇશ્યૂ માટે મંજૂરી આપી છે. આ બાબતની જાણકારી ધરાવનાર વ્યક્તિએ કહ્યું કે જુલાઈમાં જ ઝોમાટોનો IPO આવી શકે છે.

ઝોમેટોએ એપ્રિલ 2021 માં આ ઈશ્યુ માટે અરજી કરી હતી. કંપની 8250 કરોડ માટે ઇશ્યુ જારી કરવા જઇ રહી છે. સોમવારે આ માહિતી આવ્યા પછી ઇન્ફો એજના શેર 3 ટકાના વધારા સાથે 5,543.60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.