Zomatoના કો-ફાઉન્ડર ગુંજન પાટીદારે આપ્યું રાજીનામું, જાણો કેમ છોડી દીધી કંપની

|

Jan 03, 2023 | 6:52 AM

ઉલ્લેખનીય છે જે આ અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં ઝોમેટોના સહ-સ્થાપક મોહિત ગુપ્તાએ સાડા ચાર વર્ષના કાર્યકાળ બાદ કંપની છોડી દીધી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ફૂડ ડિલિવરી બિઝનેસ માત્ર 22 ટકા વધ્યો હતો.

Zomatoના કો-ફાઉન્ડર ગુંજન પાટીદારે આપ્યું રાજીનામું, જાણો કેમ છોડી દીધી કંપની
Gunjan Patidar joined Zomato in 2008

Follow us on

ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઝોમેટો લિમિટેડના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ શેરબજારને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે પાટીદાર ઝોમેટોના કેટલાક પ્રારંભિક કર્મચારીઓમાંના એક હતા અને તેમણે કંપની માટે કોર ટેક્નોલોજી સિસ્ટમ બનાવી હતી. Zomatoએ કહ્યું છે કે કંપનીને આગળ લઈ જવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. ઉલ્લેખનીય છે જે આ અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં ઝોમેટોના સહ-સ્થાપક મોહિત ગુપ્તાએ સાડા ચાર વર્ષના કાર્યકાળ બાદ કંપની છોડી દીધી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ફૂડ ડિલિવરી બિઝનેસ માત્ર 22 ટકા વધ્યો હતો જે  ગત  વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,410 કરોડથી વધીને રૂ. 6,631 કરોડ થયો હતો.

કેમ રાજીનામાં અપાઈ રહ્યા છે ?

જોકે, કંપનીએ તેમના રાજીનામાના કારણો વિશે કોઈ માહિતી આપી નથી. ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીના અન્ય કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. ગુપ્તા સાડા ચાર વર્ષ પહેલા Zomato સાથે જોડાયા હતા. તેમને 2020માં કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસના CEO ના પદ પરથી બઢતી આપીને સહ-સ્થાપક બનાવવામાં આવ્યા હતા.

અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં ઝોમેટોના સહ-સ્થાપક મોહિત ગુપ્તાએ સાડા ચાર વર્ષના કાર્યકાળ બાદ કંપની છોડી દીધી હતી. નવેમ્બરમાં જ Zomatoના નવા પ્રોગ્રામ હેડ અને ભૂતપૂર્વ ફૂડ ડિલિવરી ચીફ રાહુલ ગંજુએ રાજીનામું આપ્યું હતું. ઇન્ટરસિટી લિજેન્ડ્સ સર્વિસના વડાએ એક અઠવાડિયા પહેલા કંપની છોડવાની જાહેરાત કરી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કંપનીનું પ્રદર્શન સારું ન રહ્યું

તાજેતરમાં ઓનલાઈન ફૂડ એગ્રીગેટર ઝોમેટોએ કંપનીના ત્રણ ટકા સ્ટાફની છટણી કરી હતી. કંપનીએ કહ્યું હતું કે આ છટણી નિયમિત કામગીરી પર આધારિત છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઝોમેટોની કુલ ખોટ ઘટીને રૂ. 250.8 કરોડ થઈ હતી. અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની ખોટ રૂ. 434.9 કરોડ હતી. દરમિયાન કામગીરીમાંથી કંપનીની આવક 62.20 ટકા વધીને રૂ. 1,661.3 કરોડ થઈ છે.

જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસનું વેચાણ માત્ર 22 ટકા વધ્યું હતું. તે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,410 કરોડથી વધીને રૂ. 6,631 કરોડ થયો હતો.

તમને જણાવી દઈએ કે નવા વર્ષ નિમિત્તે ઓર્ડરને જોતા કંપનીના સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલને પણ ફૂડ ડિલિવરી એજન્ટ બનવું પડ્યું હતું. 31 ડિસેમ્બરના રોજ, ગોયલે ટ્વિટર પર માહિતી આપી હતી કે તેઓ પોતે કેવી રીતે કેટલાક ઓર્ડર આપવાના છે. તેણે ટ્વિટર પર લખ્યું કે અત્યારે હું મારી જાતે જ કેટલાક ઓર્ડર આપવા જઈ રહ્યો છું.

Next Article