Sukanya Samriddhi Yojana : દીકરી માટે કરાયેલી બચત ઉપર મળી રહ્યું છે 7.6 ટકા વ્યાજ, જાણો યોજના વિશે વિગતવાર

સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓના નામે એક યોજના છે જે ઓછી બચત સાથે વધુ વળતર મેળવવાની તક આપે છે.

Sukanya Samriddhi Yojana : દીકરી માટે કરાયેલી બચત ઉપર મળી રહ્યું છે 7.6 ટકા વ્યાજ, જાણો યોજના વિશે વિગતવાર
Sukanya Samriddhi Yojana
| Edited By: | Updated on: Jan 06, 2022 | 6:05 AM

સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana) જે દીકરીઓ માટે ચલાવવામાં આવી રહી છે તેમાં 7.6 ટકા વ્યાજ યથાવત રહેશે. સરકાર દ્વારા તાજેતરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં સુકન્યા સમૃદ્ધિ સહિત ઘણી યોજનાઓના વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યા હતા. સુકન્યા સમૃદ્ધિ યોજના પર છેલ્લા ક્વાર્ટરમાં 7.6 ટકા વ્યાજ મળતું હતું જે ચાલુ ક્વાર્ટરમાં પણ ચાલુ રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓના નામે એક યોજના છે જે ઓછી બચત સાથે વધુ વળતર મેળવવાની તક આપે છે. જો દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેનું ખાતું બેંક કે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. આ સ્કીમ હેઠળ તમે તમારી પુત્રીને ભેટ તરીકે આપી શકો છો. દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ ખર્ચ કે લગ્ન માટે પૈસાનું ટેન્શન નહીં રહે. બાદમાં જ્યારે પુત્રી મોટી થાય અને કમાવાનું શરૂ કરે ત્યારે તે આ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. જો તમે નવા વર્ષ પર તમારી પુત્રીને ભેટ આપવા માંગો છો તો સુકન્યા સમૃદ્ધિ યોજના શ્રેષ્ઠ યોજના હોઈ શકે છે.

જાણો શું છે યોજના

આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં ‘બેટી બચાવો-બેટી ભણાવો’ અભિયાન હેઠળ શરૂ કરી હતી. જો તમે અન્ય નાની અને મોટી બચત યોજનાઓ પર નજર નાખો તો તમને આ દરે વળતર નહીં મળે. રૂપિયા 250 પ્રતિ વર્ષ જે ન્યૂનતમ મર્યાદા છે. એટલે કે, તમે ઓછામાં ઓછા રૂ.250 જમા કરાવી શકો છો. મહત્તમ થાપણપર રૂ. 1.5 લાખની છૂટ છે. ખાસ વાત એ છે કે જે પિતા પોતાની દીકરીના નામે પૈસા જમા કરાવે છે તેને સરકાર તરફથી ટેક્સમાં છૂટનો લાભ આપવામાં આવે છે. મતલબ કે એક તરફ દીકરીનું ભવિષ્ય સુરક્ષિત છે અને બીજી તરફ પિતાને બચત કરવાની સુવિધા મળે છે.

આ ઉદાહરણથી સમજો

તમે આને એક ઉદાહરણથી સમજી શકો છો. ધારો કે હવે તમારી દીકરી 5 વર્ષની છે અને તમે તેનું સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવ્યું છે. જો તમે દર મહિને તેના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરો છો, તો એક વર્ષમાં 60 હજાર રૂપિયા ઉમેરાશે. જો ખાતું 2021માં ખોલવામાં આવે તો તે 21 વર્ષમાં એટલે કે 2041માં પરિપક્વ થઈ જશે અને દીકરીના નામે જમા કરાયેલા પૈસા ઉપાડી શકાશે.

મેચ્યોરિટી પર તમને કેટલા પૈસા મળશે?

પાકતી મુદત પહેલા પણ પૈસા ઉપાડી શકાય છે પરંતુ અમુક શરતો સાથે મળશે. ખાતું મેચ્યોર થાય ત્યારે પૈસા ઉપાડવામાં આવે તો સારું રહે છે. ચક્રવૃદ્ધિ સાથે વ્યાજ આપે છે. 7.6 ટકાની ગણતરી કરો તો તમારી દીકરીને 2041માં 25,46,062 રૂપિયા મળશે.

 

આ પણ વાંચો :  ભારતમાં વધી રહ્યું છે ઈલેક્ટ્રીક વાહનોનું ચલણ, ડિસેમ્બર 2021માં 240 ટકાનો ગ્રોથ

આ પણ વાંચો : આ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની પર 653 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરીનો આરોપ, વસૂલી માટે નોટીસ જાહેર