તમે સાંભળ્યું હશે યોગ કરો નિરોગી રહો પણ હવે યોગ કરનારને આર્થિક લાભ મળશે, જાણો કઈ રીતે?

|

Nov 03, 2021 | 7:40 AM

એવું માનવામાં આવે છે કે જે રીતે જીવન વીમામાં રાઇડરની સુવિધા આપવામાં આવે છે, તેવી જ રીતે વેલનેસ પ્રોગ્રામની પણ સુવિધા આપવામાં આવશે. તે એડ-ઓન ફીચર જેવું હોઈ શકે છે

તમે સાંભળ્યું હશે યોગ કરો નિરોગી રહો પણ હવે યોગ કરનારને આર્થિક લાભ મળશે, જાણો કઈ  રીતે?
who do yoga will get financial benefits

Follow us on

યોગ કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવશે પરંતુ હવે યોગ કરનારને આર્થિક લાભ પણ થશે. જો તમે યોગ કરશો તો તમને સસ્તી જીવન વીમા પોલિસી મળશે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) આ માટે તૈયારી કરી રહી છે. IRDA પ્રસ્તાવ મુક્યો છે કે વીમા કંપનીઓ ગ્રાહકોને વેલનેસ પ્રોગ્રામ ઓફર કરે. આ ઑફર જીવન વીમા પૉલિસી સાથે આપવામાં આવશે. જો કોઈ ગ્રાહક વેલનેસ પ્રોગ્રામ સાથે સંકળાય છે અને તે પોલિસી ખરીદે છે તો કંપનીઓ તેને રિવોર્ડ પોઈન્ટ્સ આપશે. આ પૉઇન્ટને કૅશ કરીને વીમા પૉલિસીનું પ્રીમિયમ સસ્તું કરી શકાય છે.

હવે જ્યારે તમે તમારી વીમા પૉલિસી રિન્યૂ કરવા જાઓ ત્યારે તમે રિવોર્ડ પૉઇન્ટને રિડીમ કરીને ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ઇરડાએ તમામ વીમા કંપનીઓને આનો ડ્રાફ્ટ જારી કર્યો છે અને આ અંગે તેમનો અભિપ્રાય માંગ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીઓ પાસેથી મળેલા અભિપ્રાયના આધારે IRDAI અંતિમ સૂચનાઓ જારી કરશે જેનું પાલન પોલિસી કંપનીઓએ કરવાનું રહેશે.

કંપનીઓની ઘણા સમયથી માંગ છે
આ યોજના IRDA ની નથી કારણ કે વીમા કંપનીઓ લાંબા સમયથી માંગ કરી રહી છે કે તેમને વેલનેસ પ્રોગ્રામ હેઠળ ડિસ્કાઉન્ટ આપવાની સુવિધા મળવી જોઈએ. વેલનેસનો આ એક પ્રોગ્રામ છે જે વીમા કંપનીઓ તેમના પોલિસીધારકોને ઓફર કરી શકે છે, એમ IRDAના ડ્રાફ્ટ પત્રમાં જણાવાયું છે. આ પગલાથી પોલિસીધારકો યોગ અથવા અન્ય સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થશે. આ આરોગ્ય અને લોકોને સ્વસ્થ બનાવવામાં મદદ કરશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વેલનેસ પ્રોગ્રામ હેઠળ, વીમા કંપનીઓ પોલિસીધારક માટે રિવોર્ડ પોઈન્ટની જાહેરાત કરી શકે છે. આ નિયમ અનુસાર, પોલિસી ધારકોને સુખાકારી સંબંધિત કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને તેમની સિદ્ધિનું સ્તર પ્રાપ્ત કરવા માટે કહેવામાં આવશે. આ સિદ્ધિના આધારે વીમા કંપનીઓ રિવોર્ડ પોઈન્ટ્સ આપશે જે આગળનું પ્રીમિયમ ચૂકવતી વખતે રિડીમ કરી શકાય છે. આનાથી પ્રીમિયમ પહેલા કરતા સસ્તું થશે. વેલનેસ સેન્ટરમાં પોલિસીધારકોનું જોડાવું સંપૂર્ણપણે તેમના પોતાના વિવેકબુદ્ધિ પર રહેશે. વીમા કંપનીઓ આ માટે દબાણ નહીં કરે.

વેલનેસ પ્રોગ્રામ ઉપર ભાર અપાશે
એવું માનવામાં આવે છે કે જે રીતે જીવન વીમામાં રાઇડરની સુવિધા આપવામાં આવે છે, તેવી જ રીતે વેલનેસ પ્રોગ્રામની પણ સુવિધા આપવામાં આવશે. તે એડ-ઓન ફીચર જેવું હોઈ શકે છે જેને જીવન વીમા પોલિસીમાં થોડા રૂપિયા ચૂકવીને ઉમેરવાની જરૂર છે. જોકે, આ સુવિધા એ રીતે સસ્તી રાખવામાં આવશે કે લોકો ઓછા પૈસા ખર્ચીને આ એડ-ઓન ફીચર લઈ શકે. જો તે ખર્ચાળ હોય ત્યારે કોઈ પણ આ સુવિધાને જલ્દીથી લેવાનું પસંદ કરશે નહીં અને આ સ્થિતિમાં વેલનેસ પ્રોગ્રામ માટે આયોજન કરવું યોગ્ય રહેશે નહીં.

 

આ પણ વાંચો :  PharmEasy IPO : દેશની એકમાત્ર યુનિકોન Online Pharmacy કંપની IPO લાવશે, ટૂંક સમયમાં સેબીમાં DRHP ફાઇલ કરાશે

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની શું છે કિંમત?

Next Article