Yatharth Hospital IPO Allotment : આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમાં થશે કે રિફંડ

|

Aug 02, 2023 | 12:21 PM

Yatharth Hospital IPO Allotment:  ઇક્વિટી માર્કેટમાં ધમાકેદાર લિસ્ટિંગને કારણે રોકાણકારોને મોટો નફો મળી રહ્યો છે. આ કારણે IPO આવતાની સાથે જ રોકાણકારોએ ખુબ રસ લીધો છે. આ જ કારણ છે કે છેલ્લા દિવસે યથાર્થ હોસ્પિટલનો IPO 37.28 ગણો ભરીને બંધ થયો હતો.

Yatharth Hospital IPO Allotment : આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમાં થશે કે રિફંડ

Follow us on

Yatharth Hospital IPO Allotment:  ઇક્વિટી માર્કેટમાં ધમાકેદાર લિસ્ટિંગને કારણે રોકાણકારોને મોટો નફો મળી રહ્યો છે. આ કારણે IPO આવતાની સાથે જ રોકાણકારોએ ખુબ રસ લીધો છે. આ જ કારણ છે કે છેલ્લા દિવસે યથાર્થ હોસ્પિટલનો IPO 37.28 ગણો ભરીને બંધ થયો હતો. DRHP ફાઇલિંગ અનુસાર 50 શેર એક લોટમાં ઉપલબ્ધ થશે. આજે શેર ફાળવણી છે. જો તમે પણ IPOમાં પૈસા રોક્યા છે તો આ રીતે એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરો.

યથાર્થ હોસ્પિટલ IPO ફાળવણી સ્થિતિ કેવી રીતે તપાસવી

  • NSE ની અધિકૃત વેબસાઇટ https://www.nseindia.com/ ની મુલાકાત લો
  • હવે આગળના પેજ પર ‘ઇક્વિટી’નો વિકલ્પ હશે. તેને પસંદ કરો અને ડ્રોપડાઉનમાં ‘Yatharth Hospital IPO‘ પસંદ કરો.
  • જ્યારે  પેજ ખુલે ત્યારે તમારો એપ્લિકેશન નંબર અને પાન કાર્ડ નંબરની વિગતો ભરો
  • ચકાસો ‘હું રોબોટ નથી’ પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  •  હવે યથાર્થ હોસ્પિટલ IPO શેર ફાળવણીની સ્થિતિ ખુલશે. અહીં એ જાણી શકાશે કે તમને IPOમાં શેર મળ્યા કે નહીં.

યથાર્થ હોસ્પિટલના IPO પર નિષ્ણાતોનો અભિપ્રાય

નિષ્ણાત યથાર્થ IPO પર તેજી જુઓ છે. તેમણે IPOમાં સારા લિસ્ટિંગની સલાહ આપી હતી. IPOના પ્રથમ દિવસે પોતાનો અભિપ્રાય આપતા અનુભવી નિષ્ણાંતે કહ્યું હતું કે યથાર્થ હોસ્પિટલના પ્રમોટરો અનુભવી છે. કંપનીના નાણાકીય આંકડા પણ મજબૂત છે. આ સિવાય વેલ્યુએશન પણ બરાબર છે. જો કે, હોસ્પિટલનું ઓક્યુપન્સી લેવલ ઓછું છે. અત્યાર સુધી નબળા આધારને કારણે ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે.

યથાર્થ હોસ્પિટલ બિઝનેસ

યથાર્થ હોસ્પિટલ એ મલ્ટી કેર હોસ્પિટલ ચેઇન કંપની છે, જેની શરૂઆત 2008માં થઈ હતી. કંપની દિલ્હી-NCRની ટોપ-10 ખાનગી હોસ્પિટલોમાં સામેલ છે. યથાર્થ હોસ્પિટલમાં માત્ર દિલ્હી-એનસીઆરમાં 3 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. નોઈડા એક્સટેન્શન હોસ્પિટલમાં લગભગ 450 બેડ છે. યથાર્થ હોસ્પિટલે મધ્યપ્રદેશના ઓરછામાં એક મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ હસ્તગત કરી છે જેમાં લગભગ 305  બેડ  છે.

આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?

શેરબજારમાં મોટો ઘટાડો

આજે વૈશ્વિક સંકેતોની નબળાઈની અસર સાથે ભારતીય શેરબજાર પણ તૂટ્યા છે. Sensex  632.77 પોઇન્ટ મુજબ

Published On - 12:21 pm, Wed, 2 August 23

Next Article