વિકસિત દેશ અર્થતંત્રના મોરચે ચિંતાજનક સ્થિતિમાં!!! વિશ્વના આર્થિક વિકાસમાં ભારતનું યોગદાન અમેરિકા કરતા પણ વધારે છે

|

May 17, 2023 | 8:01 AM

અમેરિકાનું યોગદાન ઘટીને 11.3 ટકા થઈ જશે. આ રીતે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં યોગદાનના મામલે ચીન અને ભારત પછી અમેરિકાનો નંબર આવશે. બીજી તરફ ઈન્ડોનેશિયા 3.6 ટકા ફાળો આપીને ચોથા સ્થાને રહેશે. બે મુખ્ય યુરોપીયન અર્થતંત્રો બ્રિટન અને ફ્રાન્સનું યોગદાન 1.5 ટકા સુધી મર્યાદિત હોવાનો અંદાજ છે.

વિકસિત દેશ અર્થતંત્રના મોરચે ચિંતાજનક સ્થિતિમાં!!! વિશ્વના આર્થિક વિકાસમાં ભારતનું યોગદાન અમેરિકા કરતા પણ વધારે છે

Follow us on

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન વિશ્વના આર્થિક વિકાસને અસર થઈ છે. તાજેતરના સમયમાં વૈશ્વિક અર્થતંત્રને કોરોના(Corona) મહામારી, સપ્લાય ચેઇનની સમસ્યાઓ, ચિપની અછત અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અત્યારે વૈશ્વિક આર્થિક મંદીનો ખતરો સતત સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં અર્થતંત્ર અને આર્થિક વૃદ્ધિનું સમીકરણ પણ બદલાઈ ગયું છે. એક સમય હતો જ્યારે સમગ્ર વિશ્વની આર્થિક વૃદ્ધિની સ્થિતિ અને દિશા એકલું અમેરિકા નક્કી કરતું હતું. હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે સ્થિતિ એવી છે કે વૈશ્વિક વિકાસમાં યોગદાનની બાબતમાં ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. અત્યારે વિશ્વની આર્થિક પ્રગતિને આગળ વધારવામાં ભારતનું યોગદાન ઓછું નથી.

પાંચ વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો હિસ્સો 12.9 ટકા રહેવાનો અંદાજ

વર્લ્ડ રેન્કિંગ અનુસાર આ ટ્રેન્ડ આગામી વર્ષોમાં પણ ચાલુ રહેવાનો છે. તેમના મતે 2023 થી 2028 દરમિયાન ચીન વિશ્વની આર્થિક વૃદ્ધિમાં સૌથી વધુ 22.6 ટકા યોગદાન આપશે. આગામી પાંચ વર્ષ દરમિયા, તે વૈશ્વિક અર્થતંત્રમાં બીજા ક્રમનું સૌથી વધુ યોગદાન આપશે. આ પાંચ વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો હિસ્સો 12.9 ટકા રહેવાનો અંદાજ છે.

અમેરિકાનું યોગદાન ઘટીને 11.3 ટકા થઈ જશે. આ રીતે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં યોગદાનના મામલે ચીન અને ભારત પછી અમેરિકાનો નંબર આવશે. બીજી તરફ ઈન્ડોનેશિયા 3.6 ટકા ફાળો આપીને ચોથા સ્થાને રહેશે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

માત્ર 4 દેશોનો ફાળો 50% થી વધુ

આ આંકડાઓ પરથી બીજી એક રસપ્રદ વાત બહાર આવે છે. માત્ર ટોચના ચાર દેશો જ આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિમાં 50 ટકાથી વધુ યોગદાન આપશે. ચીન, ભારત, અમેરિકા અને ઈન્ડોનેશિયા મળીને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં 50.4 ટકા યોગદાન આપશે. આમાં પણ માત્ર 3 દેશોનું યોગદાન ડબલ ડિજિટમાં એટલે કે 10 ટકાથી વધુ થવાનું છે.

વિકસિત અર્થવ્યવસ્થાઓ સંકટમાં

વિશ્વની ઘણી વિકસિત અર્થવ્યવસ્થાઓ માટે આવનારા વર્ષો મુશ્કેલ બની રહેવાના છે. આ દેશો છેલ્લા ઘણા સમયથી આર્થિક વિકાસના મોરચે સંઘર્ષ કરી રહ્યા છે. આ કારણે યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં જર્મનીનું યોગદાન ઘટીને 2.1 ટકા થઈ જશે, જે તુર્કીની બરાબર છે. સાથે જ જાપાનનું યોગદાન ઘટીને 1.8 ટકા થઈ જશે. અન્ય બે મુખ્ય યુરોપીયન અર્થતંત્રો બ્રિટન અને ફ્રાન્સનું યોગદાન 1.5 ટકા સુધી મર્યાદિત હોવાનો અંદાજ છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:59 am, Wed, 17 May 23

Next Article