World’s First Flying Car : તમે ટૂંકી સફર માટે જાઓ કે લોંગ ડ્રાઈવ પર જાઓ ટ્રાફિક જામ કોઈને પસંદ નથી. જો કે, ઘણીવાર લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે જેના કારણે તેમનો કિંમતી સમય વેડફાય છે. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે કારણ કે ફ્લાઈંગ કાર(Flying Car) બજારમાં આવવાની છે. વિશ્વની પ્રથમ ઉડતી કાર Alef Model A ને અમેરિકામાં વિશેષ ઉડાન મંજૂરી મળી છે. આ મંજૂરી મેળવનારી તે વિશ્વની પ્રથમ કાર છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત Alef Model A ફ્લાઈંગ કાર બનાવી છે.
Alef ફ્લાઈંગ કાર માટેનું બુકિંગ ગયા વર્ષના ઓક્ટોબરથી શરૂ થયું છે. આ એક ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર(Electric Flying Car) છે જે માત્ર રોડ પર જ નહીં પરંતુ આકાશમાં પણ મુસાફરી કરે છે. જો કે ઘણી કંપનીઓ ફ્લાઈંગ કાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અલેફ મોડલ એ પહેલી ફ્લાઈંગ કાર છે જેને અમેરિકી સરકાર તરફથી આવી પરવાનગી મળી છે.
First Electric Flying Car!! https://t.co/u9KTtVmbl3 via @YouTube
— Alef Aeronautics Inc. (@AlefAeronautic) July 4, 2023
આ ફ્લાઈંગ કારને સેલિબ્રિટી ડિઝાઈનર હિરાશ રાજગીએ ડિઝાઈન કરી છે. તેણે બુગાટી અને જગુઆર માટે મોડલ પણ ડિઝાઇન કર્યા છે. અલેફ મોડલ Aની ડિઝાઇન રેટ્રો-ફ્યુચરિસ્ટિક થીમ પર આધારિત છે. તેનું શરીર કાર્બન ફાઈબરથી બનેલું છે.
આ ઉપરાંત પાંખો પણ બોડી સાથે જોડાયેલ છે અને ગુલ-વિંગ દરવાજા, કવર્ડ વ્હીલ વેલ, સ્ટાઇલિશ રિમ્સ જેવી સુવિધાઓ પણ દૃશ્યમાન છે.
આ ઉડતું ફોર-વ્હીલર સીધું હવામાં ઊડી શકે છે જ્યારે ફ્લાઈંગ મોડ એક્ટિવેટ થાય છે ત્યારે કોકપિટમાં એક કે બે સીટ 90 ડિગ્રી ફરે છે. તેની રચના બે પાંખવાળા બાયપ્લેન જેવી છે. તમે મોડલ Aને કોઈપણ દિશામાં ઉડી શકો છો. આ ઉડતી કાર આગળ, પાછળ, ઉપર, નીચે, જમણે, ડાબે, દરેક જગ્યાએ ઉડી શકે છે.
મોડલ A ઇલેક્ટ્રિક ફ્લાઇંગ કાર આઠ મોટરો દ્વારા સંચાલિત છે. તે ડિટેક્શન સિસ્ટમ અને પેરાશૂટ સાથે આવે છે. અલેફની ફ્લાઈંગ કાર ફુલ ચાર્જ પર 321.8km દોડશે જ્યારે 177km ઉડાન ભરશે.
તેનું હાઇડ્રોજન વર્ઝન પણ દસ્તક આપી શકે છે. મોડલ Aની કિંમત $299,999 (અંદાજે ₹2.46 કરોડ) છે. તેનું ઉત્પાદન 2025 ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે અને તે પછી ડિલિવરી શરૂ થશે.
Published On - 7:00 am, Wed, 5 July 23