World Savings Day: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ? આજના સમયમાં રોકાણ માટે ઉપલબ્ધ છે આ વિકલ્પો

|

Oct 30, 2021 | 8:39 PM

વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. દેશના અર્થતંત્ર અને વ્યક્તિઓ માટે બચતના મહત્વને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના ઘણા દેશોમાં વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

World Savings Day: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ? આજના સમયમાં રોકાણ માટે ઉપલબ્ધ છે આ વિકલ્પો
Investment in SIP

Follow us on

વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. દેશના અર્થતંત્ર અને વ્યક્તિઓ માટે બચતના મહત્વને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના ઘણા દેશોમાં વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે બચત એ વૈશ્વિક અર્થતંત્રની આવશ્યકતા છે અને દરેક થાપણદાર તેના વિકાસમાં ફાળો આપે છે.

 

શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ?

બેંક બચતના મહત્વને પ્રોત્સાહિત કરવા અને બેંકોમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે 30 ઓક્ટોબર 1924ના રોજ વિશ્વ બચત દિવસની (World Savings Day) શરૂઆત કરવામાં આવી હતી. તેની સ્થાપના ઈટાલીના મિલાનમાં 1લી ઈન્ટરનેશનલ સેવિંગ્સ બેન્ક કોંગ્રેસ (વર્લ્ડ સોસાયટી ઓફ સેવિંગ્સ બેન્ક) દરમિયાન થઈ હતી.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

તેનો હેતુ મુખ્યત્વે લોકોને નાણાં બચાવવાના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો, કારણ કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકોને બચત અંગે વિશ્વાસ ન હતો. બચત બેંકોએ પણ બચતને પ્રોત્સાહન આપવા માટે શાળાઓ, ઓફિસો, રમતગમત અને મહિલા સંગઠનો સાથે મળીને કામ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બચત દિવસ લોકપ્રિય બન્યો અને ત્યારથી વિશ્વ બચત દિવસ ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.

 

બચતનું મહત્વ

હાલમાં કોરોના મહામારીના સમયમાં દરેક વ્યક્તિ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું છે. બેરોજગારીનો દર ઉંચો ગયો છે. ઘણા લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા હતા. ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. કોરોના મહામારીમાં સપડાયેલા કેટલાય લોકો સારવારના ખર્ચનો બોજો સહન કરી શક્યા ન હતા અને તે લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા.

 

જ્યારથી બેરોજગારીનો દર વધ્યો છે, ગરીબ લોકો માટે બચત કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે અને વિશ્વના ઘણા દેશોમાં ગરીબી વધારે છે. તેથી લોકોને પૈસા બચાવવા માટે શિક્ષિત કરવા જરૂરી છે કારણ કે તે બેરોજગારી, માંદગી, અપંગતા અથવા વૃદ્ધાવસ્થા દરમિયાન જીવન જીવવા માટેનો મહત્વનો આધાર બચત જ છે.

 

હાલના સમયમાં બચત માટેના વિકલ્પો

કોરોના મહામારી પછી લોકોને બચતનું મહત્વ સમજાયું છે પણ સામાન્ય લોકો માટે મુંઝવણ ઉભી થતી હોય છે કે બચત શેમાં કરવી જોઈએ. સામાન્ય રીતે વર્ષોથી એફ. ડીમાં  રોકાણ કરવું એ પ્રચલિત છે પણ હાલની મોંઘવારીનો દર અને થાપણ પર મળતા વ્યાજના દરને જોતા એફ.ડી. એટલો ફાયદાકારક વિકલ્પ નથી.

 

આ સિવાય પોસ્ટ ઓફિસની વિવિધ યોજના, એલઆઈસીની વિવિધ પોલીસી, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં સારુ વળતર મળી રહ્યું છે. સરકાર પણ સોવરેન ગોલ્ડ જેવી વિવિધ યોજના દ્વારા બચતને સરળ બનાવી રહી છે. જે સારૂ વળતર આપી રહી છે.

 

આ પણ વાંચો :  આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત

Next Article