વર્લ્ડ બેંકની ચેતવણી : વર્ષ 2023માં વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં આવી શકે છે, વૃદ્ધિનું અનુમાન ઘટ્યું

|

Jan 11, 2023 | 8:33 AM

ભારતની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 7 ટકા વૃદ્ધિની અપેક્ષા છે જે RBI, IMF અને વિશ્વ બેન્કના તાજેતરના અંદાજ કરતાં વધુ છે. RBI અને IMF બંનેએ FY2023માં 6.8 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે જ્યારે વર્લ્ડ બેન્કે 6.9 ટકાનો અંદાજ મૂક્યો છે.

વર્લ્ડ બેંકની ચેતવણી : વર્ષ 2023માં વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં આવી શકે છે, વૃદ્ધિનું અનુમાન ઘટ્યું
The World Bank has reduced the growth forecast for the year 2023

Follow us on

વર્લ્ડ બેંકે મંગળવારે વર્ષ 2023 માટે વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો કર્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ વર્લ્ડ બેંકે કહ્યું છે કે તે હવે 2023 માં વૈશ્વિક જીડીપી વૃદ્ધિ 1.7 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. 2009 અને 2020ની મંદી પછી લગભગ ત્રણ દાયકામાં વૃદ્ધિની આ સૌથી ઓછી ગતિ છે. અગાઉ જૂન 2022માં છેલ્લા ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટમાં બેંકે 2023માં વૈશ્વિક વૃદ્ધિ 3.0 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. વલ્ડ બેંકનું કહેવું છે કે વિકસિત અર્થવ્યવસ્થાઓમાં મોટી મંદી જોવા મળી છે. વિશ્વ બેંકે યુએસ અને યુરો ઝોન બંને માટે અનુમાનમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. તેમનું કહેવું છે કે આ અગાઉની મંદીના ત્રણ વર્ષથી ઓછા સમય પછી નવી વૈશ્વિક મંદીનો સંકેત આપે છે.

મંદીનું કારણ શું ?

વિશ્વ બેંકે કહ્યું છે કે કેન્દ્રીય બેંકોએ દરો વધાર્યા છે. રશિયા સાથે યુક્રેનનું યુદ્ધ અને વિશ્વના મુખ્ય ઇકોનોમિક એન્જિન ધીમા પડી ગયા છે. વિશ્વ બેન્કના મતે આ બાબતોની અસરને કારણે ઘણા દેશો મંદીની આરે પહોંચી ગયા છે.

વર્લ્ડ બેંકનું અનુમાન છે કે ચીનની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અગાઉના અનુમાન કરતા ઘણી ઓછી હોઈ શકે છે. વર્લ્ડ  બેંકે ગયા મહિને ચીન માટે તેના વિકાસના અંદાજમાં તીવ્ર ઘટાડો કર્યો હતો. રિપોર્ટ અનુસાર રોગચાળાની સાથે સાથે પ્રોપર્ટી માર્કેટમાં નબળાઈએ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. એક નિવેદનમાં તેમણે  આ વર્ષ માટે ચીનની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 2.7 ટકા કર્યું છે. જૂનના અનુમાનમાં 4.3 ટકા વૃદ્ધિની આગાહી કરવામાં આવી હતી.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

શું હશે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ?

ભારતની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 7 ટકા વૃદ્ધિની અપેક્ષા છે જે RBI, IMF અને વિશ્વ બેન્કના તાજેતરના અંદાજ કરતાં વધુ છે. RBI અને IMF બંનેએ FY2023માં 6.8 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે જ્યારે વર્લ્ડ બેન્કે 6.9 ટકાનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ 2022 માં જીડીપી 8.7 ટકા વધ્યો હતો જે રોગચાળા હેઠળ નાણાકીય વર્ષ 2021 માં નીચા આધારથી વધ્યો હતો.

સહારા આફ્રિકા જેવા ગરીબ દેશોને અસર થશે

વૈશ્વિક મંદી ખાસ કરીને સહારા આફ્રિકા જેવા ગરીબ દેશોને અસર કરશે. વર્લ્ડ બેંકનો અંદાજ છે કે 2023 અને 2024માં આ દેશોમાં માથાદીઠ આવક માત્ર 1.2% વધશે. આ દર એટલો ધીમો છે કે તે ગરીબીનો દર વધારી શકે છે. વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું હતું કે વૃદ્ધિ અને વ્યવસાયિક રોકાણમાં ઘટાડો શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓને વધુ પ્રતિકૂળ અસર કરશે.

Next Article