Work From Home કરી રહ્યા છો? તો ઓછી થઈ શકે છે સેલેરી, જાણો કારણ

જો તમે IT અથવા FINANCE સેક્ટરમાં કામ કરો છો, LAW ફર્મ અથવા એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરો છો, તો વર્ક ફ્રૉમ હોમ(WORK FROM HOME )ના કારણથી તેની સેલેરી ઓછી થઈ શકે છે.

Work From Home કરી રહ્યા છો? તો ઓછી થઈ શકે છે સેલેરી, જાણો કારણ
Work From Home
| Edited By: | Updated on: Jan 21, 2021 | 7:46 AM

જો તમે IT અથવા FINANCE સેક્ટરમાં કામ કરો છો, LAW ફર્મ અથવા એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરો છો, તો વર્ક ફ્રૉમ હોમ(WORK  FROM HOME )ના કારણથી તેની સેલેરી ઓછી થઈ શકે છે. સર્વિસ સેક્ટરમાં વર્ક ફ્રૉમ હોમ રૂલ્સથી સંબંધિત ડ્રાફ્ટ્સ પર ચર્ચા શરૂ થઈ છે અને ઇન્ડસ્ટ્રીએ નવા વિકલ્પોની સમીક્ષા શરૂ કરી છે.

વર્ક ફ્રૉમ હોમને કારણે પગારમાં ઘટાડો થઈ શકે છે. વધુ અસર નાના શહેરમાં વર્ક ફ્રોમ હોમ કરવા પર થશે. ટિયર-II, III ના શહેરોમાંથી વર્ક ફ્રોમ હોમ કરવા પર પગારને અસર થશે. મોટા શહેરોમાં પણ અલાઉન્સની સ્ટ્રક્ચર બદલાઈ શકે છે. આમાં ઇન્ટરનેટ અથવા  WiFi અલાઉન્સ શામિલ થઇ શકે છે. સર્વિસ સેક્ટરમાં Work From Home નિયમ પર કન્સલ્ટેશન શરૂ થઈ છે.

ઉલ્લેખનીય છે કે જે કર્મચારીઓ ફક્ત તેમના વર્તમાન સ્થળ પર ઘરેથી કામ કરી રહ્યા છે, તેઓ તેમના અલાઉન્સમાં ફેરફાર કરી શકે છે,  પરંતુ પગારમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. કંપનીઓ તેમના કર્મચારીઓને Wi-Fi અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉસ્ટના રૂપમાં નવા ભથ્થાં આપી શકે છે જોકે ટ્રાસપોર્ટ જેવા ભથ્થાં દૂર કરી શકાય છે.

IT અને ફાઇનાન્સિયલ સર્વિસીસ માટે નવા નિયમો રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. પ્રોફેશનલ સર્વિસેઝના માટે પણ નવા નિયમો લાગુ થઈ શકે છે. તેના પર શ્રમ મંત્રાલયે ડ્રાફ્ટ નિયમોનો જારી કર્યો છે. હવે સર્વિસ સેક્ટર માટે ડ્રાફ્ટ નિયમો જારી કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીએ નવા નિયમની સમીક્ષા શરૂ કરી છે. 5000 નાના શહેરોમાંથી વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓ પાસેથી ઇન્ડસ્ટ્રીને 20-25 ટકાની કૉસ્ટ સેવિંગ થઇ રહી છે.

 

આ પણ વાંચો: Sai Baba: ગુરુવારે કરો સાંઈ ભક્તિ, જાણો વ્રતની વિધિ અને મહત્વ