Wipro Buyback : IT કંપનીએ રિટેલ રોકાણકારો પાસેથી કરોડોના શેર પાછા ખરીદ્યા, જાણો નિષ્ણાંત શું કહી રહ્યા છે?

Wipro Buyback : લાંબા સમયથી આઈટી સેક્ટર(IT Sector)ની કંપની વિપ્રો(Wipro)ના શેરમાં સુસ્તી જોવા મળી રહી હતી. જો કે, શેર બાયબેકની જાહેરાત પછી વિપ્રોના શેરમાં ચોક્કસપણે વેગ મળ્યો છે. વિપ્રોના રૂ. 12,000 કરોડના શેર બાયબેક પ્રોગ્રામે રિટેલ રોકાણકારોને ખુબ સારું અને અપેક્ષિત નફો આપનારું વળતર આપ્યું છે.

Wipro Buyback : IT કંપનીએ રિટેલ રોકાણકારો પાસેથી કરોડોના શેર પાછા ખરીદ્યા, જાણો નિષ્ણાંત શું કહી રહ્યા છે?
| Edited By: | Updated on: Jul 05, 2023 | 7:56 AM

Wipro Buyback : લાંબા સમયથી આઈટી સેક્ટર(IT Sector)ની કંપની વિપ્રો(Wipro)ના શેરમાં સુસ્તી જોવા મળી રહી હતી. જો કે, શેર બાયબેકની જાહેરાત પછી વિપ્રોના શેરમાં ચોક્કસપણે વેગ મળ્યો છે. વિપ્રોના રૂ. 12,000 કરોડના શેર બાયબેક પ્રોગ્રામે રિટેલ રોકાણકારોને ખુબ સારું અને અપેક્ષિત નફો આપનારું વળતર આપ્યું છે. તે જ સમયે રોકાણકારોના શેરની સંખ્યામાં પણ હવે બાયબેક પછી ઘટાડો થયો છે. વિપ્રોમાં 500 શેર ધરાવતા અને બાયબેક માટે અરજી કરનારા રોકાણકારો હવે 387 શેર માટે પાત્ર છે.અહીં જાણવું રહ્યું કે  બાયબેકમાં ભાગ લેનારા રોકાણકારોને તેમની ચુકવણી 7 જુલાઈ સુધીમાં મળી જશે. જે રોકાણકારોની અરજીઓ ફગાવી દેવામાં આવી છે તેમના શેર પણ આ મહિનાની 7મી તારીખ સુધીમાં શેરધારકોને પરત કરવામાં આવશે.

વિપ્રોના શેર બાયબેકની રેકોર્ડ ડેટ 16 જૂન હતી. આ બાયબેક પ્રોગ્રામ 22-30 જૂન સુધી ચાલ્યો હતો. શેરની બાયબેક કિંમત રૂ. 445 પર નિર્ધારિત કરવામાં આવી હતી જે રૂ. 381.30ની રેકોર્ડ તારીખની કિંમતની સામે 16.7% પ્રીમિયમ દર્શાવે છે. બેંગલુરુ સ્થિત IT મેજર 26.97 કરોડ શેર બાયબેક કરવાના હતા.

બાયબેક બાદ શેરની કિંમતમાં પણ વધારો આવ્યો છે. મંગળવારે શેર 396.00  પાર બંધ થયો હતો. આ સમયે સ્ટોકમાં 4.40 રૂપિયા અથવા 1.12%નો વધારો જોવા મળ્યો હતો. શેરે છેલ્લાં 5દિવસમાં 3.43%ની તેજી નોંધાવી છે.

શેરમાં વધારો થવાની ધારણા

બાયબેક બાદ શેરમાં વધારો થવાની ધારણા છે. જ્યારે, શેર માટે આગામી મોટું ટ્રિગર તેની જૂન ક્વાર્ટરની કમાણી હશે, જેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. વિપ્રોના શેરે ત્રણ વર્ષમાં 75 ટકાનું સકારાત્મક વળતર આપ્યું છે. બે વર્ષના સમયગાળામાં, આ વળતર નકારાત્મક હતું એટલે કે લગભગ -27 ટકા. એક વર્ષનો સમયગાળો હોય કે અર્ધવાર્ષિક અને ત્રિમાસિક, દરેક વખતે રોકાણકારોનું વળતર સિંગલ ડિજિટમાં જ રહ્યું છે.

રોકાણકારોને કેટલો ફાયદો થયો?

રેકોર્ડ ડેટ પર વિપ્રો રૂ. 381.30 પર બંધ થયો જેનો અર્થ છે કે શેરધારકોને તેમના શેર 16.7 ટકાના નફા પર વેચવાની તક મળી હતી. આમ, તેણે બાયબેકમાંથી ઘણી વધુ કમાણી કરી હતી જે રોકાણકારોએ શેરની તેજીનો લાભ લીધો છે. વિપ્રોને એક વર્ષમાં 7 ટકાથી વધુનું નુકસાન થયું છે જ્યારે બાયબેકથી રોકાણકારોને માત્ર 18 દિવસમાં ડબલ ડિજિટ નફો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો કંપની દસ વર્ષથી વૃદ્ધિ માટે જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તેનો સામનો કરવા માટે મજબૂત વ્યૂહરચના અમલમાં મૂકે અને પાછી પાટા પર આવે તો જ તેનો ટ્રેન્ડ આ શેર પર હકારાત્મક રહેશે.