શું રૂપિયો રિઝર્વ કરન્સી બનશે? વિશ્વ શા માટે De-Dollarization તરફ આગળ વધી રહ્યું છે

|

May 12, 2023 | 9:30 AM

De-Dollarization : ક્રૂડ ઓઈલથી લઈને અન્ય ચીજવસ્તુઓ સુધી, તેઓ તેમના વિદેશી વિનિમય ભંડારને ભરવા માટે ડૉલર ખરીદે છે અને ડૉલરનો ઉપયોગ દ્વિપક્ષીય વેપાર માટે પણ થાય છે. 1920 માં ડોલરે પાઉન્ડ સ્ટર્લિંગને રિઝર્વ કરન્સી તરીકે બદલી નાખ્યું હતું.

શું રૂપિયો રિઝર્વ કરન્સી બનશે? વિશ્વ શા માટે De-Dollarization તરફ આગળ વધી રહ્યું છે

Follow us on

De-Dollarization : શું ભારતનું ચલણ રૂપિયા(Rupee)ને રિઝર્વ કરન્સીનો દરજ્જો મેળવી શકશે? આ પ્રશ્ન ભારે ઘણાં સમયથી ચર્ચામાં છે. ભારતના ઘણા નિષ્ણાતો માને છે કે અમેરિકન ચલણ ડોલર સિવાય વિશ્વની અન્ય એક કરન્સીને રિઝર્વ કરન્સીને દરજ્જો આપવાની જરૂર છે. આ પગલાથગી  અમેરિકન ડોલરની સર્વોપરિતાને પડકારી શકાય તેમ છે. આ સાથે નોસ્ટ્રો એકાઉન્ટ પર પણ તેમનું નિયંત્રણ છે. તાજેતરમાં કોટક મહિન્દ્રા બેંકના ચેરમેન ઉદય કોટકે કહ્યું હતું કે ભારતીય ચલણ રૂપિયો રિઝર્વ કરન્સીનો દરજ્જો મેળવવાના મામલે પ્રથમ હરોળમાં છે.કોટકે ઉમેર્યું હતું કે યુરોપના દેશો યુરોને રિઝર્વ કરન્સી બનાવવી શકશે નહીં કારણ કે યુરોપ વિખરાયેલું છે.

યુકે અને જાપાન પાસે હવે પાઉન્ડ અને યેનને રિઝર્વ કરન્સી તરીકે બનાવવાની ક્ષમતા નજરે પડતી નથી. વિશ્વને ચાલબાઝ ચીન પર વિશ્વાસ નથી તેથી યુઆન રિઝર્વ કરન્સી બનાવવાની કોઈપણ દેશ તરફેણ કરશે નહીં. આવી સ્થિતિમાં ભારતીય રૂપિયો રિઝર્વ કરન્સી બનવા માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે સામે આવી શકે છે.

આ પણ વાંચો : Train Ticket Rules : વેઇટિંગ સાથે ટ્રેનની ટિકિટ બુક કરી છે? ટિકિટ ઉપરના આ કોડ જણાવશે કન્ફર્મ થવાની શક્યતા કેટલી છે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભારત રૂપિયામાં વેપાર ઈચ્છે છે

ભારત છેલ્લા કેટલાક સમયથી રૂપિયામાં ટ્રેડિંગની વાત કરી રહ્યું છે.  માર્ચ 2023 ના અહેવાલ મુજબ, આરબીઆઈએ બોત્સ્વાના, ફિજી, જર્મની, ગુયાના, ઈઝરાયેલ, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, ઓમાન, રશિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, તાંઝાનિયા, યુગાન્ડા અને યુનાઈટેડ કિંગડમને આમંત્રણ આપ્યું છે. Vostro એકાઉન્ટ્સ ખોલવા માટે પરવાનગી આપવામાં આવી છે.

De-Dollarization શું છે?

ડી-ડોલરાઇઝેશન શબ્દ હાલમાં ઘણીવાર સાંભળવા મળી રહ્યો છે. અનામત ચલણ તરીકે યુએસ ચલણ ડોલર પર નિર્ભરતા ઘટાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેનો ઉપયોગ વિવિધ દેશો વેપાર માટે કરે છે. ક્રૂડ ઓઈલથી લઈને અન્ય ચીજવસ્તુઓ સુધી તેઓ તેમના વિદેશી વિનિમય ભંડારને ભરવા માટે ડૉલર ખરીદે છે અને ડૉલરનો ઉપયોગ દ્વિપક્ષીય વેપાર માટે હાલના સમયમાં થાય છે. 1920 માં ડોલરે પાઉન્ડ સ્ટર્લિંગને રિઝર્વ કરન્સી તરીકે બદલી નાખ્યું હતું. જાપાન અને ચીન સતત De-Dollarization તરફ આગળ વધી રહ્યા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article