ભાગેડુ Nirav Modi ના અચ્છે દિન હવે પૂરા થશે ? બ્રિટિશ કોર્ટ આજે ભારતને પ્રત્યાર્પણ અંગે ચુકાદો આપશે

|

Feb 25, 2021 | 9:35 AM

આજે ગુરુવારે નિર્ણય આવશે કે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી(Nirav Modi)નું પ્રત્યાર્પણ થશે કે નહીં. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડસવર્થ જેલમાં બંધ છે અને તેના ભારત પ્રત્યાર્પણ માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડોલર (આશરે 15 હજાર કરોડ) કૌભાંડમાં નીરવ મોદી વોન્ટેડ છે.

ભાગેડુ Nirav Modi ના અચ્છે દિન હવે પૂરા થશે ? બ્રિટિશ કોર્ટ આજે ભારતને પ્રત્યાર્પણ અંગે ચુકાદો આપશે
Nirav Modi

Follow us on

આજે ગુરુવારે નિર્ણય આવશે કે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી(Nirav Modi)નું પ્રત્યાર્પણ થશે કે નહીં. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડસવર્થ જેલમાં બંધ છે અને તેના ભારત પ્રત્યાર્પણ માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડોલર (આશરે 15 હજાર કરોડ) કૌભાંડમાં નીરવ મોદી વોન્ટેડ છે. લંડનના વેસ્ટમિનીસ્ટર મેજિસ્ટ્રેટ સામે સુનાવણી જેલમાંથી વીડિયો કોલ દ્વારા થશે.

ગુરુવારે નિરવ મોદી અંગે કોર્ટ નિર્ણય લેશે
અહેવાલ મુજબ, નીરવ મોદી દક્ષિણ-પશ્ચિમ લંડનની વેન્ડસવર્થ જેલમાંથી વિડિઓ લિંક દ્વારા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થવાની સંભાવના છે. જે પછી ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજી પોતાના ચુકાદામાં કહેશે કે નીરવ મોદી માટે ભારતીય અદાલતો સમક્ષ હાજર થવાનો કોઈ કેસ છે કે નહિ. આ પછી મેજિસ્ટ્રેટ કોર્ટનો નિર્ણય બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે.

આ ચુકાદા બાદ પણ નિરવના ભારત આવવામાં સમય લાગશે
જો કે આ નિર્ણય બાદ પણ ભારતીય તપાસ એજન્સીઓ અને નીરવ મોદીને હાઈકોર્ટમાં અપીલ કરવાની તક મળશે. જેના કારણે માનવામાં આવે છે કે આ કેસની સુનાવણી લાંબા સમય સુધી ચાલી શકે છે. પ્રત્યારોપણના વોરંટ પર નીરવ મોદીને 19 માર્ચ 2019 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યાર્પણના કેસમાં અનેક સુનાવણી દરમિયાન વેન્ડસવર્થ જેલની વિડિઓ લિંક દ્વારા તેમાં સામેલ હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોર્ટે નિરવ મોદીને જામીન આપ્યા નથી
જામીન મેળવવાના નીરવ મોદીના ઘણા પ્રયત્નોને મેજિસ્ટ્રેટ કોર્ટ અને હાઈકોર્ટમાં નકારી કાઢવામાં આવ્યા છે કારણ કે તેના ફરાર થવાનું જોખમ છે. ભારતમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસો હેઠળ તેને ગુનાહિત કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ સિવાય તેની વિરુધ્ધ અન્ય કેટલાક કેસો પણ ભારતમાં નોંધાયેલા છે.

અંતિમ હસ્તાક્ષર પ્રીતિ પટેલે કરશે
સુનાવણી બાદ ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજી આ પ્રત્યાર્પણ અંગે પોતાનો નિર્ણય આપશે. ચુકાદા બાદ આ મામલો અંતિમ મંજૂરી માટે બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલ પાસે જશે. નીરવ મોદીની 19 માર્ચ 2019 માં ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી વિરુદ્ધ બે કેસ છે, જેમાંથી એક પંજાબ નેશનલ બેંકમાં છેતરપિંડીનો સીબીઆઈ દ્વારા કેસ છે અને બીજો ઇડી દ્વારા મની લોન્ડરિંગનો મામલો છે.

નિરવના વકીલોએ માનસિક બીમાર હોવાના દાવા કર્યા હતા
ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ ભારતીય એજન્સીઓ વતી કેસની કાર્યવાહી કરી રહી છે. નીરવ મોદીના વકીલો તરફથી પ્રત્યાર્પણ ન કરવા દલીલ કરાઈ રહી છે. સી.પી.એસ.ના બેરિસ્ટર હેલેન મેકલ્મે કહ્યું કે આ કેસ એકદમ સ્પષ્ટ હતો. નીરવ, તેની ત્રણ ભાગીદારોની કંપની દ્વારા, કરોડોનું બેંક કૌભાંડ આચર્યું છે જ્યારે બચાવ પક્ષના વકીલોએ જણાવ્યું હતું કે આ મામલો વિવાદિત છે. નીરવ મોદી પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. પ્રત્યાર્પણ ટાળવા માટે નીરવના વકીલોએ હીરા વેપારી માનસિક રીતે બીમાર હોવાના અને મુંબઈની જેલમાં સામાન્ય સુવિધા ન હોવાના દાવા કર્યા છે.

 

Next Article