શું ઓમિક્રોનની સારવારનો ખર્ચ કોવિડ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં કવર થશે? સરકારે આપ્યો આ જવાબ

|

Jan 04, 2022 | 10:37 AM

ઈરડાએ કહ્યું જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરની તમામ કંપનીઓ તરફથી ઈશ્યુ કરવામાં આવેલી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઓ જે કોરોનાની સારવારથી જોડાયેલા ખર્ચને કવર કરે છે,

શું ઓમિક્રોનની સારવારનો ખર્ચ કોવિડ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં કવર થશે? સરકારે આપ્યો આ જવાબ
File Image

Follow us on

દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસનો આંકડો 1,800ને પાર થઈ ગયો છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 1,892 થઈ ગઈ છે. ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું ઓમિક્રોન સંક્રમણની સારવારમાં થતો ખર્ચ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી હેઠળ કવર થશે કે નહીં?

લોકોની આ ચિંતાને સરકારે દુર કરી દીધી છે. સામાન્ય લોકોને રાહત આપતા IRDAIએ કહ્યું કે કોવિડના સારવાર પર થતો ખર્ચ કવર કરનારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઓમાં ઓમિક્રોનના કારણે થતાં સંક્રમણની સારવારનો ખર્ચ પણ સામેલ થશે.

ઈરડાએ કહ્યું જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરની તમામ કંપનીઓ તરફથી ઈશ્યુ કરવામાં આવેલી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઓ જે કોરોનાની સારવારથી જોડાયેલા ખર્ચને કવર કરે છે, તે કોરોના વાઈરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા લોકોની સારવારનો ખર્ચ પણ કવર કરશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઈન્શ્યોરન્સ કંપનીઓને આપ્યા આ નિર્દેશ

ઈરડાએ દેશમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન કેસોને જોતા જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓને નિર્દેશ આપતા કહ્યું કે તે પોતાના તમામ નેટવર્ક પ્રોવાઈડર અને હોસ્પિટલો સાથે અસરકારક સંકલન સિસ્ટમ બનાવો. હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં પોલિસીધારક માટે કેશલેસ પેમેન્ટ સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ઈરડાએ એપ્રિલ 2020માં પણ કોવિડની પ્રથમ લહેર દરમિયાન હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉઠાવનારી તમામ વીમા કંપનીઓને કોવિડ 19ની સારવારથી જોડાયેલા ખર્ચને ઉઠાવવા માટે કહ્યું હતું.

નવા 37,379 કેસ નોંધાયા

દેશમાં આજે એટલે કે મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોનાના 37,379 નવા કેસ સામે આવ્યા. જ્યારે 11,007 દર્દી રિક્વર થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 124 દર્દીઓના મોત થયા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 1,71,830 સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Uttarakhand Election: 9 જાન્યુઆરી પછી પ્રિયંકા ગાંધીની રેલી, સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરવામાં આવશે

 

આ પણ વાંચો: Gold Price Today : ગોલ્ડ એક્સચેન્જમાં સ્ટોકની જેમ સોનામાં વેપાર થશે, કરો એક નજર આજના સોનાના ભાવ ઉપર

Next Article