વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ? ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ? આવા સવાલોના જવાબ તમે વારંવાર સાંભળ્યા હશે. અથવા તમે જાણતા હશો. ફરી એકવાર તમને જણાવી દઈએ કે સૌથી અમીર વ્યક્તિ બર્નાર્ડ એનાલ્ટ છે, જ્યારે ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી છે. આ હવે જી.કે.નો પ્રશ્ન બની ગયો છે. પણ શું તમે જાણો છો કે દેશના સૌથી અમીર IAS અધિકારી કોણ છે? આ એક એવા વ્યક્તિ છે તે સેલરીના નામે માત્ર 1 રુપિયો લે છે તેમ છત્તા પણ કરોડોની સંપત્તિના માલિક છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે છે તે આટલા અમીર
અમિત કટારિયા ભારતના સૌથી ધનીક IAS ઓફિસર છે. જે 1 રૂપિયાનો પગાર લે છે હવે તમને થતુ હશે કે તો પછી એ સૌથી ધનિક ઓફિસર કેવી રીતે? તમને જણાવી દઈએ કે તેમનો પરિવાર ગુડગાંવમાં કન્સ્ટ્રક્શન કંપનીઓ ધરાવે છે અને આ સિવાય તેમની પત્ની એક પ્રોફેશનલ પાઈલટ છે જે સારી કમાણી કરે છે. તેમની પાસે જીવન ચલાવવા માટે પૂરતી સંપત્તિ છે.
અમિત કટારિયાને જ્યારે તેમને તેમના પગાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ કમાણી કરવા માટે નહીં પરંતુ સિસ્ટમમાં પરિવર્તન લાવવા માટે IASમાં જોડાયા છે. તેઓ એવા કેટલાક પ્રામાણિક અધિકારીઓમાંના એક છે જેઓ આજે પણ નિષ્ઠાપૂર્વક દેશની સેવા કરી રહ્યા છે.
જુલાઈ 2023 સુધીમાં, કટારિયા પાસે રૂ. 8.80 કરોડની સંપત્તિ છે અને આ મિલકતમાંથી તેમની વાર્ષિક આવક રૂ. 24 લાખ છે. IAS અધિકારીઓને TA, DA અને HRA જેવા ભથ્થાં સિવાય દર મહિને રૂ. 56,100નો પ્રારંભિક પગાર મળે છે. કેબિનેટ સચિવ માટે, આ પગાર દર મહિને 2,50,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જે IAS અધિકારી માટે સર્વોચ્ચ પદ છે. IAS અધિકારીઓને ગ્રેડ પે તરીકે ઓળખાતી વધારાની ચુકવણી પણ મળે છે, જે તેમની પોસ્ટના આધારે બદલાય છે.