
ભારતીય શેરબજાર સતત વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આજે સેન્સેક્સ 46,992.57 અને નિફટીએ 13,773.૨૫ સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું. આજના સ્ટોક અપડેટ્સ ઉપર નજર કરીએ તો નિફ્ટી ઈન્ડેક્સમાં ડિવિઝ લેબના શેરમાં 3% ની મજબૂતી રહી હતી. કંપનીની માર્કેટ કેપ પહેલીવાર 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. એચડીએફસી બેંક, એચડીએફસી અને બજાજ ફાઇનાન્સમાં પણ 2% નો ઉછાળો જોવા મળ્યો હતો. હિન્ડાલ્કોનો શેર 2% નીચે બંધ રહ્યો છે. મારુતિ અને કોલ ઈન્ડિયાના શેરમાં પણ 1% થી વધુનો ઘટાડો થયો છે.
બીજા સત્રમાં બર્ગર કિંગના શેરએ લોઅર સર્કિટ નોંધાવી હતી શેર 10% તૂટીને રૂ .179.35 પર બંધ રહ્યો હતો. આજે શરૂઆતી કારોબારમાં અપર સર્કિટને કારણે શેર 219.15 ના સ્તરને સ્પર્શ્યો હતો. સકારાત્મક સમાચારોને કારણે જેટ એરવેઝના શેરમાં પણ અપર સર્કિટ મળી છે. શેર 106.20 રૂપિયાના ભાવે બંધ થયો છે.
આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી
stock update of NIFTY50 index
NIFTY50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા.