ઘણી વખત એવું બને છે કે આપણે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પેટ્રોલ પંપ પર જઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણને ઇંધણ ઓછું મળ્યું છે. આપણે ઈચ્છીએ તો પણ આ અંગેની ફરિયાદ કરી શકતા નથી. ઘણી વખત પેટ્રોલ પંપ પર કોઈને આ વિશે ફરિયાદ કરવા છતાં સંચાલક સાંભળતા નથી. ઘણીવાર ગેરવર્તનનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમે આ વિશે ફરિયાદ કરી શકો છો.
જો HP પેટ્રોલ પંપ પર કોઈ સમસ્યા હોય તો તમે HP ગેસ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-2333-555 પર ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે HP ના ઓનલાઈન પોર્ટલ પર પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
જો ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર કોઈ સમસ્યા હોય તો ઈન્ડિયન ઓઈલના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 18002333555 પર ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો.
જો આવી કોઈ ફરિયાદ હોય તો તમે આ પોર્ટલ https://pgportal.gov.in/ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની વેબસાઈટ પર જઈને આ અંગે ફરિયાદ કરી શકો છો.
જો તમે પેટ્રોલ પંપ વિરુદ્ધ ફરિયાદ કરો છો અને તપાસમાં તે દોષી સાબિત થશે તો તેના પર દંડ થશે. આ સાથે જો મામલો વધુ ગંભીર બનશે તો તે પેટ્રોલ પંપનું લાયસન્સ રદ થઈ શકે છે.
આ સાથે તમામ પેટ્રોલ પંપમાં ફરિયાદ પેટી અથવા રજિસ્ટર રાખવામાં આવે છે. જો તમને કોઈ ફરિયાદ હોય તો તમે આ રજિસ્ટરમાં ફરિયાદ લખી શકો છો. આ સિવાય તમે સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમના પોર્ટલ એટલે કે https://pgportal.gov.in/ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:11 am, Mon, 15 May 23