World Highest Paid Country : દરેક વ્યક્તિના મનમાં એવી લાગણી રહેતી હોય છે કે તેનો પગાર વધે અને તેનો પગાર સારો હોય… મનમાં પ્રશ્ન પણ ઉઠે કે કયા દેશમાં કર્મચારીઓને સૌથી વધુ પગાર મળતો હશે ? તરત નજર સામે યુએસ, યુકે, ફ્રાન્સ, જાપાન કે ચીન જેવા દેશ ધ્યાનમાં આવે છે પણ હકીકતમાં આ દેશોમાં સૌથી વધુ સરેરાશ માસિક પગાર મળતો નથી. વિશ્વમાં સૌથી વધુ સરેરાશ માસિક પગાર સ્વિટ્ઝર્લૅન્ડમાં છે. અહીં સરેરાશ માસિક ચોખ્ખો પગાર 6,096 ડોલર એટલેકે રૂ. 4,98,652 છે. આ દેશમાં કર્મચારીઓને સરેરાશ માસિક 5 લાખ રૂપિયા પ્રતિ માસ પગાર મળે છે. વર્લ્ડ એન્ડ સ્ટેટિસ્ટિક્સે ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. આ યાદીમાં લક્ઝમબર્ગ બીજા સ્થાને છે. અહીં સરેરાશ માસિક પગાર 5,015 ડોલર મુજબ રૂ. 4,10,227 છે.
Average monthly net salary:
1. Switzerland 🇨🇭: $6,096
2. Luxembourg 🇱🇺: $5,015
3. Singapore 🇸🇬: $4,989
4. USA 🇺🇸: $4,245
5. Iceland 🇮🇸: $4,007
6. Qatar 🇶🇦: $3,982
7. Denmark 🇩🇰: $3,538
8. UAE 🇦🇪: $3,498
9. Netherlands 🇳🇱: $3,494
10. Australia 🇦🇺: $3,391
.
11. Norway 🇳🇴: $3,289…— World of Statistics (@stats_feed) April 30, 2023
આ યાદીમાં ભારત 65માં નંબર પર છે. અહીં સરેરાશ માસિક ચોખ્ખો પગાર 573 ડોલર એટલે કે 46,871 રૂપિયા છે. રશિયા, મેક્સિકો, ચીન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, ડેનમાર્ક અને કતાર સહિતના દેશોમાં ભારત કરતાં વધુ સરેરાશ માસિક પગાર છે. રશિયામાં સરેરાશ માસિક પગાર 645 ડોલર (રૂ. 52,761) છે. ચીનમાં તે 1069 ડોલર (રૂ. 87,444) છે. આ સિવાય દક્ષિણ કોરિયામાં તે 2,243ડોલર (રૂ. 1,83,477) અને જાપાનમાં 2,427 ડોલર (રૂ. 1,98,528) છે.
વર્લ્ડ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં પાકિસ્તાન છેલ્લા સ્થાને છે.પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં સરેરાશ માસિક પગાર 145 ડોલર (રૂ. 11,861) છે. નાઇજીરીયામાં તે ડોલર 160 (રૂ. 13,088) છે. તે જ સમયે, તે બાંગ્લાદેશમાં 255 ડોલર (રૂ. 20,859), ઇન્ડોનેશિયામાં 339 ડોલર (રૂ. 27,730) અને તુર્કીમાં 486ડોલર (રૂ. 39,754) છે.
આ યાદીમાં સિંગાપુર ત્રીજા સ્થાને છે. અહીં સરેરાશ માસિક ચોખ્ખો પગાર 4989 ડોલર (રૂ. 4,08,100) છે. યુએસએ વિશે વાત કરીએ તો અહીં માસિક પગાર 4245 ડોલર (રૂ. 3,47,241) છે. આઇસલેન્ડ આ યાદીમાં પાંચમા સ્થાને છે. અહીં સરેરાશ માસિક પગાર 4007 ડોલર(રૂ. 3,27,772) છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:01 am, Tue, 2 May 23