ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ

|

Aug 19, 2021 | 7:52 PM

આ એક્સચેન્જ ભારતમાં સોનાની આયાત માટે મોટા પ્રવેશ દ્વાર તરીકે ગણવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે તે આ એક્સચેન્જ હેઠળ આવશે.

સમાચાર સાંભળો
ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ
symbolic image

Follow us on

ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું પાયલોટ રન ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 1 ઓક્ટોબર 2021 ના રોજ જ્યારે IFSCA ની સ્થાપના થશે તે દિવસ એક્સચેન્જ ઓથોરિટીના બુલિયન એક્સચેન્જ 2020 હેઠળ આવશે. આ અંગે 11 ડિસેમ્બર 2020 ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે ફેબ્રુઆરી 2020 માં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે તે સમયે આ એક્સચેન્જની જાહેરાત કરવામાં આવી હતી.

સોનાની આયાતમાં મોટી ભૂમિકા રહશે
આ એક્સચેન્જ ભારતમાં સોનાની આયાત માટે મોટા પ્રવેશ દ્વાર તરીકે ગણવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે તે આ એક્સચેન્જ હેઠળ આવશે. ભારતમાં સોનાનો વપરાશ સૌથી વધુ છે. તેથી આ એક્સચેન્જને એક મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યું છે અને અહીં નક્કી કરેલા ભાવ સોનાની કિંમત નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત હશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક્સચેન્જ પછી સોનાના યોગ્ય ભાવ નક્કી કરવામાં આવશે. અત્યારે અલગ અલગ રીતે સોનાની આયાત થાય છે. ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આનાથી દુબઇથી ભારતમાં સોનાના વેપારનો મોટો હિસ્સો શિફ્ટ થવાની ધારણા છે. આ પ્રકારના એક્સચેન્જ લંડન, શાંઘાઈ અને તુર્કીમાં પણ છે. આ એક્સચેન્જ સોનાના ભાવ દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર પણ નજર રાખશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શેરની જેમ સોનામાં થશે ટ્રેડિંગ
ગોલ્ડ એક્સચેન્જ આવ્યા બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે. અગાઉ કેટલાક કામ આઉટસોર્સ થવાના હતા પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે બધું જ સેબીની દેખરેખ હેઠળ કરવામાં આવશે. ગોલ્ડ એક્સચેન્જ પર વેપાર થશે. એવું માનવામાં આવે છે કે ગોલ્ડ એક્સચેન્જના અસ્તિત્વ સાથે કિંમત અને ગુણવત્તા સંબંધિત પારદર્શિતા વધશે.

એક રિપોર્ટ અનુસાર ટ્રેડિંગ કંપની સૌથી પહેલા સોનું વોલ્ટમાં એક્સચેન્જ પર જમા કરાવશે. ત્યારબાદ વોલ્ટ મેનેજર સોનાના બદલે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR) આપશે. EGR એક્સચેન્જ પર લિસ્ટ થવા માટે સક્ષમ હશે એટલે કે EGR ખૂબ મહત્વનું હશે અને તેના દ્વારા તમે ટ્રેડ કરી શકશો. લિસ્ટિંગ બાદ EGR ને શેરની જેમ વેપાર કરવામાં આવશે. EGR ના ક્લીયરિંગ અને સેટલમેન્ટનું કામ શેરની જેમ કરવામાં આવશે. લોટ 5 ગ્રામથી 1 કિલો સુધી ઉપલબ્ધ હશે જેમાં વેપાર કરી શકાશે.

ભારતમાં 22,000 ટન સોનું
આ એક્સચેન્જ બાદ ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવનાર છે જેના નિયમનકાર સેબી હશે. બાકીના વિશ્વની નજર પણ આ એક્સચેન્જ પર રહેશે. એક અંદાજ મુજબ હાલના સમયે ભારતીય ઘરોમાં લગભગ 22,000 ટન સોનું પડેલું છે જે નિષ્ક્રિય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારત વાર્ષિક 800-900 ટન સોનાનો વપરાશ કરે છે.આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં દેશભરમાં સોનાના સમાન ભાવો હોવાની અપેક્ષા છે. આજે સોનાના ભાવ રાજ્ય પ્રમાણે અલગ અલગ છે. આ એક્સચેન્જ માટે અમદાવાદ નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (GIFT) સિટીની પસંદગી કરવામાં આવી છે.

શું છે યોજના?
ભારતમાં સોનાના ઊંચા વપરાશને કારણે સરકારે આ એક્સચેન્જ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. IFSCA બુલિયન એક્સચેન્જના નિયમનકાર તરીકે પણ કામ કરશે. વર્ષ 2019 માં ભારતમાં લગભગ 700 ટન સોનાનો વપરાશ થયો હતો. દેશની તમામ મોટી બેંકો, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડ (ETF), MMTC જેવી સરકારી એજન્સીને બુલિયન એક્સચેન્જનું સભ્યપદ આપવામાં આવશે. મોટા જ્વેલર્સને સબ ડીલરશીપ આપી શકાય છે. રત્નો અને આભૂષણોના નિકાસકારો અને બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને કારણે સોનાના ભાવ સતત બદલાતા રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન સોનાની કોઈ માંગ ન હતી છતાં ઉતાર – ચઢાવ દેખાયો હતો. કિંમતો અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય સટોડિયાઓ દ્વારા સોનાની ખરીદી અને વેચાણ દ્વારા નક્કી કરવામાં આવે છે જેનો ભારત સાથે કોઈ સંબંધ નથી.

Next Article