MONEY9: સ્યોરિટી બૉન્ડનો ફાયદો શું અને તે કેવી રીતે કામ કરે છે?

|

Jun 09, 2022 | 2:28 PM

સ્યોરિટી બૉન્ડ પ્રિન્સિપલ, ઑબ્લાઇજી અને સ્યોરિટીની વચ્ચે એક ત્રિપક્ષીય સમજૂતી હોય છે. તેમાં પ્રિન્સિપલના કોન્ટ્રાક્ટ ડિફૉલ્ટ થવાના સંજોગોમાં ઓબ્લાઇજીને નુકસાનથી બચાવવા માટે સ્યોરિટીથી એક પ્રકારનો વીમો આપવામાં આવે છે.

MONEY9: આજે આપણે જોઇશું કે, સ્યોરિટી બૉન્ડ (SURETY BOND)નો શું ફાયદો છે અને તે કેવી રીતે કામ કરે છે. સરકાર એપ્રિલ 2022થી દેશમાં સ્યોરિટી બૉન્ડની વ્યવસ્થા શરૂ કરી રહી છે. ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટર (IRDAI)એ ફાઇનલ ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે.

આવો જાણીએ આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે સ્યોરિટી બૉન્ડ પ્રિન્સિપલ, ઑબ્લાઇજી અને સ્યોરિટીની વચ્ચે એક ત્રિપક્ષીય સમજૂતી હોય છે. તેમાં પ્રિન્સિપલના કોન્ટ્રાક્ટ ડિફૉલ્ટ થવાના સંજોગોમાં ઓબ્લાઇજીને નુકસાનથી બચાવવા માટે સ્યોરિટીથી એક પ્રકારનો વીમો આપવામાં આવે છે. અહીં પ્રિન્સિપલ એટલે કોઇ કૉન્ટ્રાક્ટર, ઑબ્લાઇજી એટલે પ્રોજેક્ટનો કૉન્ટ્રાક્ટ આપનારી સરકારી એજન્સી અને સ્યોરિટી એટલે વીમા કંપની હોય છે.

માની લો કોઇ કૉન્ટ્રાક્ટર અક્ષય સિંહ એક સ્યોરિટી બૉન્ડ પર સહી કરીને ખાતરી આપે છે કે તે કોઇ રાજ્ય સરકાર માટે પુલ બનાવવાનો કોઇ કોન્ટ્રાક્ટ બે વર્ષમાં પૂર્ણ કરી લેશે. જો તે બે વર્ષમાં પુલ બનાવી દે તો આ બૉન્ડ પોતાની મેળે જ એક્સપાયર થઇ જશે. તેણે બૉન્ડ ખરીદવા માટે જે પૈસા આપ્યા છે. તે પણ તેને પાછા મળી જશે. પરંતુ, જો તે સમયસર પુલ ન બનાવી શકે તો તેના સ્યોરિટી બૉન્ડના આધારે રાજ્ય સરકાર નુકસાનીનો દાવો કરી શકે છે. જો અક્ષય પૈસા નહીં આપે તો સ્યોરિટી આપનારી વીમા કંપની આ નુકસાનની ચુકવણી કરશે.

સ્યોરિટી બૉન્ડ કોઇ ઇન્સ્યૉર્ડ પ્રોજેક્ટને પૂરો કરવા અને સમયસર ડિલીવરી કરવા પર ભાર મૂકે છે. સ્યોરિટી બૉન્ડ હેઠળ ગેરંટી સરકારના કૉન્ટ્રાક્ટ એક્ટ હેઠળ હોય છે.

આ બિઝનેસના જોખમને એક વીમા કંપનીને ટ્રાન્સફર કરવા જેવું છે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે કોઇ કૉન્ટ્રાક્ટરને જો પ્રોજેક્ટ મળે છે તો તે તેને કૉન્ટ્રાક્ટની શરતો અનુસાર સમયસર પૂર્ણ કરે. આ બૉન્ડ ખરીદવા માટે કૉન્ટ્રાક્ટરે વીમા કંપનીને એક નિશ્ચિત રકમ આપવી પડશે. તેનાથી કૉન્ટ્રાક્ટરને પણ ફાયદો છે. બેંક ગેરંટીમાં તેમની મોટી રકમ ફસાઇ જતી હતી. પરંતુ, સ્યોરિટી બૉન્ડમાં તે ઓછા ખર્ચે જ કૉન્ટ્રાક્ટ મેળવી શકશે.

Next Video