MONEY9: બલ્ક અને બ્લોક ડીલ આખરે શું છે ? તેનાથી શું ફાયદો થાય ?

|

Jun 15, 2022 | 2:50 PM

FIIs, HNIs, પ્રમોટર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા મોટા રોકાણકારો શા માટે બ્લૉક ડીલ કે બલ્ક ડીલ કરે છે? જાણો આ વીડિયોમાં

MONEY9: આજે આપણે સમજીશું બલ્ક ડીલ (BULK DEAL) કેવી રીતે બ્લૉક ડીલ (BLOCK DEAL)થી અલગ છે. જ્યારે કોઈ એક રોકાણકાર કોઈ કંપનીના કુલ ઈક્વિટી શેરનો 0.5 ટકાથી વધારે હિસ્સો ખરીદે, તો તેને બલ્ક ડીલ કહે છે. આવો સોદો વન-ટાઈમ અથવા મલ્ટિપલ-ટાઈમ થઈ શકે છે. આવા સોદા સામાન્ય ટ્રેડિંગ વિન્ડોથી અથવા તો બ્લૉક ટ્રેડિંગ વિન્ડો દ્વારા થઈ શકે છે. 

મોટા FII, મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા HNI કોઈ એક શેરનો જંગી હિસ્સો ખરીદતી વખતે એક જ દિવસમાં અનેક સોદા કરે છે. હવે, તમને સવાલ થશે કે, તેઓ આવું શા માટે કરતા હશે? 

વાસ્તવમાં તેમની આ કવાયતનો હેતુ ખરીદીનો ખર્ચ ઘટાડવાનો હોય છે. ચઢાવ-ઉતારવાળા બજારનો મહત્તમ ફાયદો મેળવવા માટે તેઓ મલ્ટિપલ સોદા કરે છે.  આવી રીતે, બલ્ક સેલિંગના સોદાથી તેમને સારી વેચાણકિંમત મળે છે. 

કોઈ પણ બલ્ક ડીલની જાણાકરી એક્સ્ચેન્જને તાત્કાલિક આપવી પડે છે. જ્યારે મલ્ટિપલ-ટ્રાન્ઝેક્શન દ્વારા કોઈ શેરમાં 0.5 ટકાથી વધારે ખરીદ-વેચાણ થાય, તો તે સોદો થયાના એક કલાકની અંદર એક્સ્ચેન્જને જાણકારી આપવી જરૂરી છે. 

હવે વાત કરીએ, બ્લૉક ડીલની. તે એક એવી લેવડદેવડ છે, જેમાં 5 લાખથી વધારે શેર અથવા તો ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા શેરનું ટ્રેડિંગ થાય છે.  એક્સ્ચેન્જ પર ટ્રેડિંગ શરૂ થયા પછી 35 મિનિટ સુધી બ્લૉક ડીલની વિન્ડો ખુલ્લી રહે છે.  બ્રોકર્સ તાત્કાલિક આવા સોદાની માહિતી એક્સ્ચેન્જને આપે છે. આવા સોદા જે દિવસે થયા હોય તે દિવસે સ્ક્વેર ઑફ થઈ શકતા નથી.

Next Video