
કંપની બિઝનેસ- વારી એનર્જી (Waaree Engergies)ની શરૂઆત ડિસેમ્બર 1990માં થઈ હતી. કંપની સોલર પીવી મોડ્યુલ બનાવે છે. કંપનીની સ્થાપિત ક્ષમતા 12GW છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં મલ્ટિક્રિસ્ટલાઇન મોડ્યુલ્સ, મોનોક્રિસ્ટલાઇન મોડ્યુલ્સ અને ટોપકોન મોડ્યુલ્સનો સમાવેશ થાય છે. 30 જૂન, 2023ના ડેટા અનુસાર, કંપની ચાર ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે.
