Valiant Lab IPO : જીવન રક્ષક દવા બનાવતી કંપનીનો IPO પહેલા દિવસે 33% સબ્સ્ક્રાઇબ થયો, 3જી ઓક્ટોબર સુધી રોકાણની તક

|

Sep 28, 2023 | 7:49 AM

Valiant Lab IPO: : પેરાસિટામોલ(paracetamol) મેન્યુફેક્ચરિંગ કંપની વેલિઅન્ટ લેબોરેટરીઝનો IPO પ્રથમ દિવસે લગભગ 33 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. Valiant Labનો IPO બુધવારે એટલે કે 27મી સપ્ટેમ્બરે ખુલ્યો છે અને રોકાણકારો 3જી ઓક્ટોબર સુધી નાણાંનું રોકાણ કરી શકશે.

Valiant Lab IPO : જીવન રક્ષક દવા બનાવતી કંપનીનો IPO પહેલા દિવસે 33% સબ્સ્ક્રાઇબ થયો, 3જી ઓક્ટોબર સુધી રોકાણની તક

Follow us on

Valiant Lab IPO: પેરાસિટામોલ(paracetamol) મેન્યુફેક્ચરિંગ કંપની વેલિઅન્ટ લેબોરેટરીઝનો IPO પ્રથમ દિવસે લગભગ 33 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. Valiant Labનો IPO બુધવારે એટલે કે 27મી સપ્ટેમ્બરે ખુલ્યો છે અને રોકાણકારો 3જી ઓક્ટોબર સુધી નાણાંનું રોકાણ કરી શકશે.

NSE વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કંપનીના IPOને પ્રારંભિક શેર વેચાણમાં 76,23,030 શેરની ઓફરની સામે 24,81,045 શેર માટે બિડ મળી હતી.તમે આવતા અઠવાડિયે 3 ઓક્ટોબર સુધી Valiant Labના IPOમાં નાણાંનું રોકાણ કરી શકો છો. કંપનીના IPO હેઠળ માત્ર નવા શેર જ ઈશ્યુ કરવામાં આવશે. વેલેન્ટ આઈપીઓ કુલ 1,089 કરોડ શેરનો ફ્રેશ ઈશ્યુ છે.

ગ્રે માર્કેટની સ્થિતિ?

વેલિઅન્ટ લેબના આઈપીઓથી ગ્રે માર્કેટમાં કોઈ હલચલ જોવા મળી રહી નથી. જોકે, બજારના નિષ્ણાતોના મતે રોકાણકારોએ ગ્રે માર્કેટના સંકેતોને બદલે કંપનીના નાણાકીય અને ફંડામેન્ટલ્સના આધારે IPOમાં નાણાં રોકવાનો નિર્ણય લેવો જોઈએ.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

જાણો Valiant Lab IPO વિશે

વેલેન્ટ લેબોરેટરીઝે મંગળવારે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 45.74 કરોડ એકત્ર કર્યા હતા. વેલિઅન્ટ લેબ IPOનો અડધો ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

કંપનીના IPOની સફળતા બાદ તેના શેરની ફાળવણી 5 ઓક્ટોબરે નક્કી કરવામાં આવશે. આ પછી, IPO 9મી ઓક્ટોબરે BSE અને NSE પર લિસ્ટ થશે.

કંપનીના IPO હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 1,08,90,000 નવા શેર જારી કરવામાં આવશે.

એકત્ર કરાયેલા નાણાંનું કંપની શું કરશે?

વેલિઅન્ટ લેબ આ શેરો દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ તેની પેટાકંપની વેલિઅન્ટ એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ (VASPL)નો નવો પ્લાન્ટ સ્થાપવા માટે કરશે. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ પેટાકંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ કરવામાં આવશે.

Valiant Laboratories ફાર્મા ઘટકોનું ઉત્પાદન કરે છે. કંપનીનું ફોકસ પેરાસીટામોલ દવાના ઉત્પાદન પર છે. કંપનીનો પ્લાન્ટ મહારાષ્ટ્રના પાલઘરમાં છે. તે ચીન અને કંબોડિયામાંથી પેરા એમિનો ફિનોલની આયાત કરે છે જેનો ઉપયોગ પેરાસિટામોલ બનાવવામાં થાય છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:31 am, Thu, 28 September 23

Next Article